જૂનાગઢની આર.એસ. કાલરિયા સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં બાળકો ઈન્ટરનેશનલ અંગ્રેજી ઓલિમ્પિયાડમાં ઝળકયાં

0

જૂનાગઢ સ્થિત પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કુલનાં અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૮ નાં કુલ ૧૦૫ બાળકોએ ૈંઈર્ં (ઈન્ટરનેશનલ અંગ્રેજી ઓલિમ્પિયાડ)ની સ્પર્ધામાં ગત તા. ૨૬મી સપ્ટેમબર, ૨૦૨૩ નાં રોજ ભાગ લીધેલ જેમાં ૨૪ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ ઓફ એકસેલન્સ મેળવ્યા. તેઓની આ સિધ્ધી બદલ સંસ્થાનાં કેમ્પસ ડાયરેકટર ડો. દિનેશભાઈ ડઢાણીયા, એકેડેમીક ડેપ્યુટી ડાયરેકટર નિરજભાઈ વાછાણી, પ્રિન્સીપાલ આસ્થાબેન નાવાણી તેમજ શાળાનાં અંગ્રેજી વિષયનાં વરિષ્ઠ શિક્ષકો દ્વારા સન્માનીત કરવામાં આવેલ. સંસ્થાનાં પ્રમુખ ઝ્રછ. સવજીભાઈ મેનપરા, વાઈસ મેનેજીંગ ટ્રસ્ટી રતિભાઈ મારડીયા, મંત્રી શિરિષભાઈ સાપરીયા, કિશોરભાઈ મેંદપરા, એકેડેમીક ઈન્ચાર્જ ડો. પી. આર. ગોધાણી તેમજ સંસ્થાનાં તમામ હોદેદારઓ તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધી બદલ તેઓને બિરદાવેલ તેમજ ઉજજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવેલ છે.

error: Content is protected !!