રાજકોટ જીવનનગરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થશે

0

તા.ર૬મી શુક્રવારે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે

ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહાદેવધામમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ છેલ્લા ૪૩ વર્ષથી રાષ્ટ્રીય ત્યૌહારના આયોજનોમાં અગે્રસર છે. જાથાના પ્રમુખ જયંત પંડયાએ જણાવ્યું કે, જીવનનગરમાં સામાજિક, રાષ્ટ્રીય, સેવાકીય, સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય છે. ગુજરાતભરમાં સમિતિની પ્રવૃત્તિ અગે્રસર છે. તા.ર૬મી ગુરૂવાર સવારે સાડા આઠ કલાકે જીવનનગર ચોકમાં દેશપ્રેમ-દેશદાઝ, રાષ્ટ્રીય પર્વ અન્વયે કાર્યક્રમો યોજાનાર છે. રાષ્ટ્રીય એકતા રેલી માર્ગો ઉપર નીકળી દેશપ્રેમના સૂત્રોચ્ચાર કરશે. રહીશોના સંતાનો વેશભૂષા પરિધાન કરશે. સમિતિએ જનજાગૃતિ માટે મશાલ સરઘસમાં જ્યોત પ્નગટાવી મહિલાઓ આગેવાની લેવાના છે. ભારતીય તિરંગા સાથે બાળકો અગે્રસર રહેશે. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે, પ્રજાસત્તાક પર્વમાં રહીશોમાં ભાતૃભાવના સંગઠન તાકાત માટે સામુહિક દિનચર્યાનું આયોજન કર્યું છે. સામુહિક સ્વચ્છતા, રોશની, રંગોળી સ્પર્ધાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપપ્રમુખ ડો. તેજસ ચોકસી, ઉમિયા ચા વાળા મુકેશભાઈ પોપટ, વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મકવાણા વિશેષ અતિથિ પદે હાજરી આપશે. અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક વિદ્યાલયના છાત્ર-છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધતાથી આપશે. તેમનું સંચાલન આચાર્ય છાયાબેન દવે અને તેમના શિક્ષીકા બહેનો કરશે. કાર્યક્રમમાં શહેર ભા.જ.પ. ના મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, નગર સેવકો નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, ડો. રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્નભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા સહિત હોદ્દેદારો હાજરી આપવાના છે. રાષ્ટ્રીય પર્વની તૈયારી જયંત પંડયાના નેતૃત્વમાં વિજયભાઈ જાેબનપુત્રા, કેતનભાઈ મકવાણા, પંકજભાઈ મહેતા, વિનોદરાય ભટ્ટ, અંકલેશ ગોહિલ, ડો. તેજસ ચોકસી, વિનોદરાય ઉપાધ્યાય, મુકેશભાઈ પોપટ, પાર્થ ગોહેલ, ગોવિંદભાઈ ગોહેલ, યોગીતાબેન જાેબનપુત્રા, શોભનાબેન ભાણવડીયા, અલ્કાબેન પંડયા, સુનીતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા એડવોકેટ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જાેબનપુત્રા, જયોતિબેન પુજારા, બીનાબેન, ભારતીબેન, મીનાબેન, નયનાબેન ઉપાધ્યાય, રેખાબેન દોમડીયા, ભાવનાબેન, પારૂલબેન, દિપ્તીબેન, જયશ્રીબેન, જયોત્સનાબેન, કાજલબેન, રક્ષાબેન સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. અંતમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, તિરૂપતિ, સૌ. કલા કેન્દ્ર, રાવલનગર, શિવપરા આસપાસના રહીશો ધ્વજવંદનમાં ભાગ લેવાના છે.

error: Content is protected !!