જૂનાગઢમાં માર માર્યાની સામસામી નોંધાઈ ફરિયાદ

0

જૂનાગઢમાં ભારતમીલના ઢોરા નજીક બનેલા એક બનાવમાં મારામારીનો બનાવ બનવા પામેલ છે અને આ બનાવના અનુસંધાને બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ભારતમીલના ઢોરા નજીક રહેતા રૂક્ષારબેન ફીરોજભાઈ રફાઈ(ઉ.વ.ર૬)એ આ કામના આરોપી સલીમ ઉર્ફે ભુરીયો, સલમાબેન સલીમ ઉર્ફે ભુરીયો, હનીફ ઉર્ફે જખરો, હનીફ ઉર્ફે જખરાની પત્ની વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદીને આ કામના આરોપીઓએ મકાન ખાલી કરવાનું કહેતા ફરિયાદીએ મકાન ખાલી કરવાની ના પાડતા આ કામના આરોપીઓએ ફરિયાદીના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપી નંબર-૧નાએ ફરિયાદીને છરીથી ડાબા હાથમાં તથા ગળાના ભાગે ઈજાઓ કરી તથા આરોપી નંબર-રનાએ ફરિયાદીના વાળ પકડી તેમજ આરોપી નંબર-૩ તથા ૪નાઓએ ફરિયાદીના ઘરમાં તોડફોડ કરી નુકશાની કરી આરોપીઓએ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૪, ૪પર, પ૦૬(ર), ર૯૪(ખ), ૪ર૭, ૧૧૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. જયારે આ જ બનાવના અનુસંધાને સામાપક્ષે સલમાબેન સલીમ ઉર્ફે ભુરીયો હુસેનભાઈ સોઢા ગામેતી(ઉ.વ.૪ર) રહે.ભારતમીલનો ઢોરો વાળાએ ફીરોજ કરીમભાઈ રફાઈ, રફીક કરીમભાઈ રફાઈ, કરીમભાઈ રફાઈ રહે.બધા ભારતમીલના ઢોરા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા ઈજા પામનાર સાહેદ સલીમ ઉર્ફે ભુરીયાએ આરોપી નંબર-૧ પત્ની રૂક્ષારબેન સાથે માથાકુટ થયેલ હોય અને રૂક્ષારબેનને માર મારેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આ કામના ત્રણેય આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ગે.કા. પ્રવેશ કરી આરોપી નંબર-૧નાએ ફરિયાદીના પતિને ડાબી બાજુ પાછળ થાપામાં તથા ડાબા પગમાં સાથળના ભાગે છરીના ઘા મારી તેમજ આરોપી નંબર-રનાએ અણીવાળા ભાલાથી ફરિયાદીના દિકરાને પગમાં માર મારી ઈજા કરી તેમજ આરોપી નંબર-૩નાએ ધારીયાથી ફરિયાદીના પતિને ડાબા પગના ગોઠણથી નીચે નળાના ભાગે તથા માથામાં માર મારી ઈજાઓ કરી આરોપીઓએ ગાળો ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ૩ર૪, ૩ર૩, ૪પર, પ૦૬(ર), ર૯૪(ખ), ૧૪૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે.

error: Content is protected !!