માણાવદરમાં માર મારી હડધુત કર્યા અંગેની ફરિયાદ

0

માણાવદરમાં વાલ્મીકી વાસ ખાતે રહેતા રોહિતભાઈ દિલીપભાઈ ગોહેલ અનુ.જાતી(ઉ.વ.૩૩)(ધંધો-નોકરી) વાળાએ આ કામના આરોપી પ્રફુલ કરશનભાઈ ઝલુ આહિર રહે.માણાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ માણાવદર નગરપાલીકામાં કામ કરતા મજુરો પાસે ગટરના ઢાંકણા કાઢવાનું કામ કરાવતા હોય જેથી ફરિયાદીએ મજુરોને ગટરના ઢાંકણા કાઢવાની ના પાડતા તેનું મનદુઃખ રાખી આ કામના આરોપી તેનું બુલેટ મોટરસાયકલ લઈ ફરિયાદીના ઘરે આવી ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી તેમજ ઢીકાપાટુથી માર મારી જપાજપી કરી ફરિયાદીનો વીવો કંપનીનો એન્ડ્રોઈડ ફોન કિ.રૂા.૧ર૦૦૦નો પછાડી ડીસપ્લે તોડી નાખી નુકશાની કરી ફરિયાદીને તેની જ્ઞાતિ વીશે અપશબ્દો બોલી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિકારી બી.સી. ઠક્કર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!