ખંભાળિયાના તથીયા ગામની સીમમાં ધમધમતા જુગારના અખાડા ઉપર એલસીબી પોલીસ ત્રાટકી ઃ રૂા.૯.૬૫ લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા

0

સુરતના શખ્સ દ્વારા ચલાવાતું હતું જુગારધામ

ખંભાળિયા તાલુકાના તથીયા ગામની સીમમાં જિલ્લા એલસીબી પોલીસે ત્રાટકી અને એક આસામીની વાડીમાં સુરતના શખ્સ દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે છ શખ્સોને મોટરકાર, બાઈક સહિત કુલ રૂપિયા ૯.૦૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની એલ.સી.બી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા ગુરૂવારે ખંભાળિયા તાલુકામાં કરવામાં આવેલી કામગીરી અંતર્ગત એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ માડમ અને અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામે રહેતા અરજણ હમીર કરમુર નામના શખ્સ દ્વારા ખંભાળિયા તાલુકાના તથીયા ગામની સોન કટકી સીમમાં રહેતા ગોગન રાજા કરમુરની કબજા ભોગવટાની વાડીમાં ચલાવતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. આ સ્થળેથી પોલીસે ગોગન રાજા કરમુર, કિશોર મોહન જાેષી, અરજણ હમીર કરમુર, રસિક શિવરામભાઈ દવે, સુરેશ ઉર્ફે સુરીયો નારણભાઈ રાઠોડ અને ભીમશી દેવશી વસરા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૩,૭૮,૬૦૦ રોકડા તથા રૂપિયા ૨૬,૦૦૦ ની કિંમતમાં પાંચ નંગ મોબાઈલ ફોન, રૂપિયા એક લાખની કિંમતનું એક મોટરસાયકલ તથા રૂપિયા ચાર લાખની કિંમતની એક મોટરકાર મળી, કુલ રૂપિયા ૯,૦૪,૬૦૦ના મુદ્દામાલ સાથે પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીએ ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારશીયા, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, ભરતભાઈ જમોડ, લાખાભાઈ પિંડારીયા, દિનેશભાઈ માડમ, હસમુખભાઈ કટારા, અરજણભાઈ આંબલીયા, સચિનભાઈ, ક્રિપાલસિંહ, નરશીભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!