મહિલા આર્ટસ કોલેજ ઉનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલ ઉજવણી

0

તા.૨૫-૧-૨૦૨૪ના રોજ મહિલા આર્ટસ કોલેજ ઉનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉનાના પ્રાંત અધિકારી હિરવાણીયા, મામલતદાર ભીમાણી, ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણ, વાઢેર ્‌.ઁ.ઈ.૦, શ્રી વાળા નાયબ મામલતદાર, શ્રી મકવાણા તેમજ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિત બારૈયા, શ્રી ગાંધી કન્યા હાઇસ્કુલના પ્રિન્સિપાલ દીપ્તિબેન ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલા આર્ટસ કોલેજ તથા ગાંધી કન્યા હાઇસ્કુલના બહેનોને પ્રાંત અધિકારી દ્વારા મતદાન અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી અને ઈફસ્ મશીન અને ફફઁછ્‌નું નિદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.ડો. મનોજ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!