જૂનાગઢ શહેર અને જીલ્લામાં ૭પમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર થયેલ ઉજવણી

0

જીલ્લાભરમાં ઠેર-ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા

૭પમાં પ્રજાસત્તાક પર્વની આજે દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમો આજે યોજવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર ધ્વજવંદન સહિતના કાર્યક્રમો ઉત્સાહભેર યોજવામાં આવ્યા છે.
૧પમી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત દેશ આઝાદ થયો એ દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ર૬મી જાન્યુઆરી ૧૯પ૦ના દિવસે પ્રજાકિય તંત્ર અમલમાં આવ્યું તેને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ૭પમાં પ્રજાસત્તાક પર્વની આજે સર્વત્ર ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢમાં રાજયકક્ષાની આ વર્ષે પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલ તા.રપ જાન્યુઆરી અને આજ તા.ર૬ જાન્યુઆરીના ભરચક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગઈકાલે કૃષિ યુનિવર્સિટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જયારે આજે બિલખા રોડ ખાતે આવેલા રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ વિદ્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવમાં આવ્યો છે. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. રાષ્ટ્રધ્વજને સલામી, રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા હતા. જૂનાગઢ શહેરમાં પણ સામાજીક સંસ્થાઓ, યુવક મંડળો, શાળા-કોલેજાેમાં પણ આજે પ્રજાસત્તાક પર્વ નિમિતે ર૬મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી થઈ હતી અને ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શહેરમાં વિવિધ વિસ્તારો, સોસાયટી વિસ્તારોમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના બિલખા, વિસાવદર, ભેંસાણ, માણાવદર, મેંદરડા, બાંટવા, માંગરોળ, કેશોદ, વંથલી સહિતના ગામો અને શહેરોમાં પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી અને સર્વત્ર દેશભકિતના ગીતો ગુંજી ઉઠયા હતા.

error: Content is protected !!