ભવનાથ : બિમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા મૃત્યું

0

ભવનાથ વિસ્તારમાં રાજકોટના એક આધેડે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, કેશુભાઈ રવજીભાઈ રાઠોડ રહે.અલ્કાપુરી-પ, રૈયા રોડ, રાજકોટ, ગામ રૈયા-૧, તા.રાજકોટ વાળાને શ્વાસની, મગની તકલીફ તથા હૃદયની તકલીફ હતી અને તમામ બિમારીઓની દવા ચાલતી હોય અને આ બિમારીથી કંટાળી શરીરથી પણ થાકી ગયેલ હોય જેથી પોતાની જાતે ઝેરી દવા પીલેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ બનાવ જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ, આરામગૃહ પાસે બનવા પામેલ હતો. ભવનાથ પોલીસને જાણ થતા ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!