આગામી રવિવાર તા.૪ ફેબ્રુઆરીના રોજ ૧૬મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા

0

નવ રાજયના પ૦૬ સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા : તડામાર તૈયારીને આપવામાં આવી રહેલો આખરી ઓપ

ગુજરાત રાજયના રમત-ગમત અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ તેમજ જૂનાગઢ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જૂનાગઢના આંગણે આગામી તા.૪ ફેબ્રુઆરી રવિવારના રોજ ૧૬મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાનારી છે ત્યારે આ સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ છવાયો છે અને દરેક સ્પર્ધકો જાેમ અને જુસ્સાથી તૈયારીને ઓપ આપી રહ્યા છે અને વિજેતા બનવાની તૈયારી ચાલી રહી છે. આ વર્ષે અખિલ ગિરનાર સ્પર્ધામાં નવ જીલ્લા પ૦૬ સ્પર્ધકો વિજેતા બનવા માટે દોડ લગાડશે. જેમાં ગુજરાતના ર૦૦, બિહારના ૧૦પ, દિવના ૮૬, હરિયાણાના ૬પ અને ઉત્તરપ્રદેશના ર૬ સ્પર્ધકો આ સ્પર્ધામાં જાેડાયેલા છે. ગિરનાર આરોહણ સ્પર્ધાની તૈયારી જાેરશોરથી ચાલી રહી છે. દરમ્યાન આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, આગામી તા.૪ ફેબ્રુઆરીએ ૧૬મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં આ વર્ષે ગિરનાર સર કરવા દેશના ૯ રાજ્યોમાંથી પ૦૬ સ્પર્ધકો દોડ લગાવશે. જે તમામ સ્પર્ધકોએ આગામી તા.૩ ફેબ્રુઆરીએ સિવીલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે. ૧૬મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ર૦ર૩-ર૪ની પુર્વ તૈયારીના ભાગરૂપે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૦૮ સમિતીની રચના કરવામાં આવી છે. આ સ્પર્ધા માટે પસંદગી પામેલા ખેલાડીઓની યાદી ઓનલાઈન મુકી પણ દેવામાં આવી છે. આ સ્પર્ધકોના નિવાસ સહિતની વ્યવસ્થા ભવનાથ તળેટી ખાતે વિવિધ વાડીઓ રાખવામાં આવી છે. ઉપરાંત આગામી તા.૩ ફેબ્રુઆરીના રોજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્પર્ધામાં ભવનાથ તળેટીથી અંબાજી મંદિર પપ૦૦ પગથીયા સુધી યોજાશે. જેમાં ભારતના જુદા-જુદા રાજયોમાંથી પ૩ર જેટલા અરજી ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ ખાતે આવેલ છે. વધુમાં ગુજરાત રાજયના પ જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઈડર પર્વત, પાવગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ ૧૦ વિજેતાઓ અને રાજયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ રપ વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં ૯ રાજયમાંથી કુલ પ૦૬ સ્પર્ધકો ભાગ લેશે. જેમાં ભાઈઓમાં ૩૧પ અને બહેનોમાં ૧૮૮ ખેલાડીઓ નોંધાયા છે. સૌથીવધુ ગુજરાતમાંથી ર૦૦, બિહારના ૧૦પ સ્પર્ધકો, આ ઉપરાંત દિવના ૮૬, હરિયાણાના ૬પ, ઉતરપ્રદેશના ર૬, મધ્યપ્રદેશના ૧૩, રાજસ્થાનના ૮, દમણના ર અને મહારાષ્ટ્રમાંથી એક સ્પર્ધકનું રજીસ્ટ્રેશન થયું છે.
દરમ્યાન ગત વર્ષે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સિનીયર ભાઈઓમાં પ૬.ર૮ મિનીટ સાથે ગુજરાત(જૂનાગઢ)નો લાલા પરમાર, જુનીયર ભાઈઓમાં ૧.૦૦૩૧ મિનીટ સાથે હરિયાણાનો સગાર, સિનીયર બહેનોમાં ૩૧.ર૪ મિનીટ સાથે ઉત્તરપ્રદેશની તામસીસીંગ તેમજ જુનીયર બહેનોમાં ૩૮.પર મિનીટ સાથે ઉત્તરપ્રદેશની રંજના યાદવનો પ્રથમ આવ્યો હતો. ગત વર્ષે ૪૦ વિજેતાઓ પૈકી ગુજરાતના ૧૭, હરિયાણાના ૧પ અને ઉત્તરપ્રદેશના ૮ સ્પર્ધકો વિજેતા થયા હતા.
અત્રે નોંધનીય છે કે, ગિરનાર સ્પર્ધામાં ૬ વર્ષથી ચેમ્પીયન બનીને આવતો જૂનાગઢનો લાલા પરમાર સામે આ વર્ષે પણ જૂનાગઢવાસીઓને નજર રહેશે. તાજેતરમાં ગત મહીને યોજાયેલી રાજયકક્ષાની સ્પર્ધામાં લાલો પરમાર પ્રથમ નંબરે આવ્યો હતો અને હવે તેની નજર રાષ્ટ્રીય સ્પર્ધા તરફ છે. તા.૪ ફેબ્રુઆરીએ લાલો પોતાનો જ રેકોર્ડ તોડે તેવી સૌની આશા છે.

error: Content is protected !!