ખંભાળિયામાં આયુર્વેદિક ઔષધાલયનો પુનઃ પ્રારંભ

0

ખંભાળિયામાં આવેલા જલારામ બાપાના મંદિર ખાતે આયુર્વેદિક ઔષધાલયનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. અહિં દર રવિવારે સાંજે ૪ થી ૬ સુધી કાર્યરત રહેનારા આ ઔષધાલયમાં આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર હેત મશરૂ દ્વારા દર્દીઓને તપાસીને માત્ર ટોકન દરે ઉચ્ચ ગુણવત્તાની દવાઓ આપવામાં આવશે. આ આયુર્વેદિક ઔષધાલયના ઉદઘાટન પ્રસંગે જલારામ મંદિર અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, ઉપપ્રમુખ ભાવેશભાઈ વિઠલાણી, ટ્રસ્ટીઓ દિનેશભાઈ ધકાણ, મહેન્દ્રભાઈ કુંડલીયા, ડો. નિલેશભાઈ રાયઠઠા તેમજ મનીષભાઈ પાબારી ઉપસ્થિત રહ્યા હતા. ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જનતાને આ કેમ્પનો લાભ લેવા તથા દર્દીઓએ જાે કોઈ દવા ચાલુ હોય તો તેની વિગતો સાથે રાખવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!