ધામળેજ ગામે સમસ્ત કોળી સમાજનો ૨૨મો સમુહ લગ્નોત્સવ યોજાયો

0
સાધુ સંતો, સાંસદ સહિત અગ્રણીઓએ ૪૦ નવદંપતીને આશિર્વાદ આપ્યા
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે સમસ્ત કોળી સમાજ નો ૨૨મો સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવ કોળી સમાજની વાડી ખાતે વેરાવળ કોડીનાર હાઇવે રોડ ખાતે યોજાયો હતો જેમાં ૪૦ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં દીકરીઓને ૩૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી શાંતિ અને ઉત્સાહભેર સમુહ લગ્નના માહોલ અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ૪૦ દંપતીઓને ગોર મહારાજ દ્વારા શાસ્ત્ર વિધિ સાથે લગ્ન બંધન સાથે જોડાયા હતા અને એકબીજા જાનૈયા દ્વારા નવ દંપતી અને સમુહ લગ્નમાં જોડાનાર વર કન્યાના માતા પિતાને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં કુરિવાજોને તિલાંનજલી આપી સમાજમાં એકતા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓ થી બચે તે માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી
એક જ પંગતમાં પંદર હજાર વધુ વિશાળ સંખ્યા માં લોકોએ ભોજન લીધું હતુ આ સમૂહ લગ્નમાં નવદંપતી ને આશિર્વચન આપવા માટે પાઘેશ્વરી આશ્રમ મટાણા સીમ ના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ, જુનાગઢ ગીર સોમનાથના યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, દીપાબેન બામણીયા પ્રમુખશ્રી કોળી સેના મહિલા વિભાગ ઉના, સુત્રાપાડા ના મામલતદાર કરગઠીયા સાહેબ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી, ખીમાભાઈ વાજા તા.પં. સુત્રાપાડા,સુત્રાપાડા કોળી સેનાના ગ્રામ્ય પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી સહિતના દરેક ગામ ના આગેવાનોશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ,પુર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સામાજિક,શૈક્ષણિક,તજજ્ઞો,અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા આતકે ઉપસ્થિત અગ્રણી આગેવાનો દ્વારા સમૂહ લગ્નને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજના મોંઘવારી ના સમયે સમૂહ લગ્ન દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયા છે ખોટા ખર્ચ રસમના કારણે દરેક પરિવારને આર્થિક બોજ પડે છે આવા સમયે સંગઠિત બનીને એક મંડપ પંડાલ વચ્ચે સૌ પરિવારજનોની હાજરી વચ્ચે એક તાંતણે બાંધતી આ સમૂહ લગ્નની કાર્યપદ્ધતિ દરેક કુટુંબની માટે આશાન બની રહી છે આ ભગીરથ આયોજન માટે રાત દિવસ મહેનત કરીને નિષ્ઠાપૂર્વક સેવાકીય પ્રવૃત્તિ કરતાં સમૂહ લગ્ન સમિતિ ના કાયૅકતા યુવાનો, આગેવાનો એ આ સમૂહ લગ્ન નું સુંદર વ્યવસ્થા સાથે ના આયોજનને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સાત સહકાર આપનાર દાતાઓ લગ્ન બંધનમાં જોડાયેલા વર કન્યા પક્ષ આતકે સમૂહ લગ્ન માં જોડાવા બદલ આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો…
error: Content is protected !!