જૂનાગઢમાં વીજ ચેકીંગની ટીમ, પોલીસ કર્મચારીઅોની ફરજમાં રૂકાવટ અંગે પોલીસ ફરિયાદ

0


જૂનાગઢ શહેરના પીજીવીસીઅેલની ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં અાવ્યું હતું. જે મુજબ પોરબંદર ગ્રામ્ય પીજીવીસીઅેલ વિભાગના જુનિયર ઇજનેર મીનાબેન શાંતિલાલ કણસાગરા અે ડિવિઝન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મી દેવીબેન પરબતભાઈ રામના સુરક્ષા બંદોબસ્ત સાથે સવારે ૯ વાગ્યાની અાસપાસ શહેરમાં સુખનાથ ચોક પાસે અાવેલ માત્રી રોડ વિસ્તારમાં રહેતા રાજુભાઈ છોટુભાઈ ચુડાસમા ઉર્ફે રાજુ જાદુગરના ઘરમાં વીજ ચેકીંગ કરવા ગયા હતા. ત્યારે અા તકે વીજચેકિંગ નહીં કરવા દઈઅે તેમ કહી ફરજમાં રૂકાવટ કરી હતી અને જાનથી મારી નાખશું અેવી ધમકી અાપી હતી. અા અંગે જુનિયર ઇજનેર મીનાબેન કણસાગરાઅે ફરીયાદ નોંધાવતા અે ડિવિઝન પોલીસે પિતા, પુત્ર વિરુદ્ધ ફરજ રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!