માંગરોળ તાલુકાના ચાખવા ગામે રૂ.૩ર.૮ર લાખની છેતરપિંડીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. શીલ પોલીસે અાપેલી વિગત અનુસાર, ફરિયાદી અકિબખાન રહેમાનખાન બેલીમ(ઉ.વ.ર૭) રહે.ચાખવા ગામ વાળાઅે ગત તા.ર૩-૩-ર૦૧૯થી અાજ દિવસ સુધીમાં બનેલા બનાવ અંગે પોલીસમાં અેવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, અા કામના અારોપી વૈભવ અશોકકુમાર મહેતા રહે.મુળ ડુંગરપુર, રાજસ્થાન હાલ ઈન્દોર તથા પ્રકાશ ગંગવાલ સાચુ નામ સંદિપ રતનલાલ જાષી રહે.ધાવડી જલારા વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, અા કામના અારોપીઅોઅે ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદીને અેરપોર્ટ વિભાગમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી અાપવાનું કહિ અેરપોર્ટ અોથોરેટીના ખોટા કોલ લેટર બનાવી અેરપોર્ટ વિભાગમાં કસ્ટમ અધિકારી તથા અન્ય જગ્યાઅો ઉપર નોકરી અાપવાની લાલચ અાપી બનાવટી કોલ લેટર કરી રૂ.૨૬,૩૦,૦૦૦/- ની છેતરપીંડી ઠગાઇ કરી જે રૂપીયા પાછા અાપવા માટે રૂ.૧૦૦/- ના પાંચ સ્ટેમ્પ પેપર ઉપર ફરીયાદ નહિ કરવા રૂ.૩૨,૮૨,૦૦૦/-નું લખાણ કરી બાહેધરી અાપી જે રૂપીયા પરત નહિ અાપી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા શીલ પોલીસે અારોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.