મધ્યરાત્રીએ ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળાની પુર્ણાહુતી

0

ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાયેલ શિવરાત્રી મેળો આજે અંતિમ પગલે પહોંચી ગયો છે. આજે રાત્રે નિર્ધારીત સમયે વાજતે ગાજતે રવાડી સરઘસ નીકળશે અને સંતોનું મૃગીકુંડમાં સ્નાન બાદ ભવનાથ મહાદેવને મહાપૂજા કરાશે અને હર-હર મહાદેવ હરના નાદ ગુંજી ઉઠશે અને આ સાથે જ શિવરાત્રી મેળાની પુર્ણાહુતિ થશે.
ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ગતત તા. પ માર્ચથી શિવરાત્રીના મેળાનો શુભારંભ થયો હતો. શિવરાત્રી મેળાના પ્રારંભ સાથે જ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. ધાર્મિક જગ્યાઓ, ઉતારા મંળ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂ.શેરનાથ બાપુની જગ્યા એવા શ્રી ગોરક્ષનાથ આશ્રમ ખાતે રોજના હજારો ભાવિકો પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત આપાગીગાના ઓટલા ચોટીલા ધામ દ્વારા પૂ.નરેન્દ્રબાપુ દ્વારા શરૂ કરાયેલ અન્નક્ષેત્રમાં પણ હજારો ભાવિકો રોજના પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત વિવિધ અન્નક્ષેત્રોમાં પણ પ્રસાદ ભોજન ભાવિકોને પ્રેમથી કરાવાયું હતું તેમજ રાત્રીના સંતવાણી કાર્યક્રમો યોજાયા હતા. શિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે. એટલે કે અંતિમ દિવસ છે. ત્યારે આજે નિર્ધારીત સમયે સાંજના ભવ્ય રવાડી સરઘસ નીકળશે. જેમાં વિવિધ અખાડાઓના સંતો ખાસ જાેડાશે તેમજ દિગમ્બર સાધુઓની રવાડી નીકળશે.
આ રવાડી સરઘસમાં સંતોના દર્શન કરવા ભાવિકો ઉમટી પડશે. વાજતે ગાજતે નીકળેલ રવાડી સરઘસ રૂટ ઉપર થઈ અને ભવનાથ મંદિરે પહોંચશે જયાં મૃગીકુંડમાં સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળાની પુર્ણાહુતિ થશે. શિવરાત્રીના પાવન અવસરે આજે ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ વહેતો રહયો છે અને હૈયે હૈયું દળાઈ તેટલી મેદની ઉમટી પડી છે. બીજીતરફ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા પણ તકેદારીના પગલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

error: Content is protected !!