ખોખરડા ફાટક નજીક યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાથી મૃત્યું

0

વંથલીના થાણાપીપળી ગામે ૮ વર્ષથી રહેતા અને ભરતભાઈ સાવલિયાની વાડીએ ખેત મજૂરી કામ કરતા દાહોદ જિલ્લાનાં વતની વિજયભાઈ અમરસિંગભાઈ બારીયા(ઉ.વ.૨૧) નામનો શ્રમિક ગુરૂવારની રાત્રે યોગેશ ઈશ્વરભાઈ રાવત સાથે ભવનાથ શિવરાત્રીના મેળામાં જવા માટે નીકળ્યો હતો. લુશાળા સુધી એક છકડા રિક્ષામાં આવ્યા હતા અને લુશાળાથી લુશાળા ફાટક સુધીનું કોઈ વાહન નહીં મળતા બંને પગપાળા લુશાળા ફાટક તરફ જઈ રહ્યા હતા ત્યારે ખોખરડા ફાટક પાસે સાવજ ડેરી બાજુથી પૂરપાટ ઝડપે આવેલા ત્રિપલ સવારી જીજે-૧૮-એડી-૩૯૨૦ નંબરની બાઈકના ચાલકે વિજયને પાછળથી હડફેટે લેતા તેને ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં વંથલી સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યું નીપજ્યું હતું. જેના પરિણામે મૃતકના ૮ મહિનાના દીકરાએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ૩ વ્યક્તિને પણ નાની મોટી ઈજા થઈ હતી. આ અંગે મૃતક યુવકના માતા સવિતાબેન બારીયાની ફરિયાદ લઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!