જૂનાગઢમાં ઉપરકોટ નજીક પ્લાસ્ટરના કામ ઉપર ચોથે પગથીયેથી પગ લપસતા એક વૃધ્ધનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ઉકાભાઈ દાનાભાઈ કાચા(ઉ.વ.૬ર) ઉપરકોટ પાસે પ્લાસ્ટરના કામ ઉપર ગયેલ હતા તેના માથે સિમેન્ટની થેલી લઈને જતા હતા અને ચથે પગથીયે પગ લપસતા પડી જતા તેને નાક ઉપર તથા મોઢામાં ઈજા થયેલ અને તેને લોહીની ઉલટી થયેલ તેથી તેને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સરકારી દવાખાને લાવતા ફરજ ઉપરના ડોકટરએ જાેઈ તપાસી મરણ જાહેર કરેલ છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.