જૂનાગઢમાં કચરાના ઉકરડામાંથી ૧ર બોટલ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડતા કચરાના ઉકરડામાંથી ૧ર બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભીખુભાઈએ જાતે ફરિયાદી બની અને હાજર નહી મળી આવેલ તાલીબ ઈસ્માઈલ પરમાર રહે.દાતાર રોડ, મુરઘા કેન્દ્ર સામે વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપીએ પોતાના રહેણાંક મકાનની બાજુમાં પોતાની દેખરેખ વાળી જગ્યાએ કચરાના ઉકરડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાચની નાની બોટલ નંગ-૧ર રૂા.૧ર૦૦ની કિંમતનો સંતાડી રાખી અને રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશન અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.

error: Content is protected !!