જામનગર જૈન સમાજના ત્રણ પેઢી એક સાથે સંયમના માર્ગે : જૂનાગઢ નજીક ગિરનાર ક્ષેત્રમાં એક જ પરિવારના પિતા-પુત્ર અને પૌત્રનો દિક્ષા મહોત્સવ યોજાયો

0

જૂનાગઢમાં ગિરનાર ક્ષેત્રમાં ગઈકાલે એક અદભુત પ્રસંગ યોજાયો હતો. જામનગરના જૈન સમાજમાં પ્રથમ વખત એક જ પરિવારના એટલે કે ત્રણ પેઢી એક સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જેમાં પિતા-પુત્ર અને પૌત્રએ દિક્ષા ગ્રહણ કરી હતી. આ અનોખા પ્રસંગને પ્રાપ્ત વિગત અનુસાર, જામનગરના શિહોરવાળા શાહ પરિવારમાં છેલ્લા ૭ર વર્ષમાં દીક્ષાર્થીઓની સંખ્યા ૧૦૭ થયેલ છે. શાહ પરિવારના મોભી અજીતભાઈ શાંતિલાલ શાહ, તેમના પુત્ર કૌશિક અજીતભાઈ શાહ બંને પિતા-પુત્ર વ્યવસાયે ઈજનેર છે અને અજીતભાઈનો પુત્ર વિરલ શાહ જે સીએમાં અભ્યાસ કરે છે. તે ત્રણેયે એક સાથે દિક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ વળવાનું નક્કી કર્યું અને તે પરિપૂર્ણ થયું છે. છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલ ગિરનાર દર્શન જૈન ધર્મશાળા મુકામે આ સમારોહ યોજાયો હત. જેમાં તા.૧૧ માર્ચને સોમવારે સ્નન મહોત્સવ, તા.૧ર માર્ચ મંગળવારે સવારે ૯થી ૧૧ કલાકે શકસ્તવ મહાભિષેક અને સાંજે બેઠું વરસીદાન, અતિમ વાયણય અને સંસારમાંથી વિદાય સમારંભ યોજાયો હતો અને ગઈકાલે તા.૧૩ માર્ચે બુધવારે સવારે ૭ કલાકથી દિક્ષા વિધીનો આરંભ થયો હતો. અહી આજીવન આયંબલના વ્રતધારી આચાર્ય હેમવલ્લભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દિક્ષા સંપન્ન થયેલ હતી. દિક્ષા બાદ અજીતભાઈ શાહ(ઉ.વ.૮૦) જેઓ મુનિ આજ્ઞાવલ્લભ વિજય મ.સા., કૌશિકભાઈ શાહ(ઉ.વ.પર) જેઓ મુનિ ક્રિયાવલ્લભ વિજય મ.સા. અને વિરલ શાહ(ઉ.વ.રપ) જેઓ મુનિ વિદ્યા વલ્લભ વિજય મ.સા. તરીકે સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશિકભાઈના પત્ની અને વિરલના માતા એવા સંસારીકા મીનાબેનએ ગત જાન્યુઆરી માસમાં સુરત ખાતે દિક્ષા ગ્રહણ કરીને મૈત્રીયોગરેખા શ્રીજી મહારાજ નામ ધારણ કર્યું છે. તેઓના સંસાર ત્યાગ વેળાએ જ પુત્ર વિરલના સંસાર ત્યાગની ગુરૂ અનુમતિ મળી ચુકી હતી. જે બાદ વિરલના પિતા કૌશિકભાઈ અને કૌશિકભાઈના પિતા અજીતભાઈને પણ દિક્ષા માટે ગુરૂ આજ્ઞા મળ્યા બાદ એક સાથે ત્રણેય પેઢીએ એક સાથે સંસાર ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે.

error: Content is protected !!