સોશ્યલ મિડીયામાં હથીયાર સાથેનો વિડીયો વાયરલ કરીને લોકોમાં ભય ફેલાય તેવું એક શખ્સ કૃત્ય કરતો હોવાનું ધ્યાને આવતા જૂનાગઢ એસઓજીના પીઆઈ પી.કે. ચાવડા, પીએસઆઈ એસ.એ. સોલંકી સહિતના સ્ટાફે ટેકનીકલ ટીમની મદદ લઈને તપાસ કરીને આ કૃત્ય કરનાર માંગરોળના શેખપુરના રફીક હસન ખેભર(ઉ.વ.૧૯) હોવાનું સામે આવતા તેને ઝડપી લીધો હતો. તેની પુછતાછમાં તેને ઈન્સ્ટાગ્રામમાં આઈડી હોય અને તેમાં વધુ લાઈક મેળવવા માટે વંથલીના રવનીના સલીમ સાંધની હત્યામાં લતીફ સાધં આરોપી હોય અને લતીફના વિડીયો ઈન્સ્ટાગ્રામમાં ધુમ મચાવતા હોય જેથી વધુ લાઈક મેળવવા માટે રફીકે લતીફ સાંધ ૩૦ર નામનું ફેક આઈડી બનાવી તેમાં ૪૪ જેટલા વિડીયો અપલોડ કર્યા હતા. જેમાં ૪૩ વિડીયો લતીફના હતા. જે ફેક આઈડીમાં રફીકે પોલીસને પણ ખુલ્લી ચેતવણી આપતા શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરીને આ ફેક આઈડી બનાવનાર રફીક ખેબરને ઝડપી લઈને તેની સામે માંગરોળ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.