વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિને કાયમી દાતાઓ તરફથી બે વહીલચેર અપાઈ

0

વિસાવદરના પૂર્વ શહેર ભાજપના પ્રમુખ તથા નગરપાલિકા વિસાવદરના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તથા પાટીદાર આગેવાન ઘનશ્યામભાઈપોપટભાઈ ડોબરીયાના સ્વ.પિતા પોપટભાઈ રામજીભાઈ ડોબરીયાના આત્મકલ્યાણ અર્થે ગણપતિ ઉત્સવ સમિતિના સેવા કાર્યોથી પ્રેરાઈને એક વહીલચેર આપવામાં આવેલ છે તથા બીજીએક વહીલચેર વિસાવદરની મુરલીધર ડેરી વાળા સમીરભાઈ ડોબરીયા, કમલેશભાઈ ડોબરીયાના સ્વ.પિતા વિસાવદર મુરલીધર ડેરીવાળા સ્વ.ગોવિંદભાઈ રામજીભાઈ ડોબરીયાની સ્મૂતીમાં તેમના પુત્રો તરફથી ગણપતિ ઉત્સવ સમિતિ-વિસાવદરને સબને સ્મશાને લઈ જવાની માટેની સંપૂર્ણ સ્ટીલની ૧ (એક) નિસરણી આપેલ છે અને એક વહીલચેર પણ આપેલ છે. આ બન્ને દાતાઓ તથા ઘનશ્યામ ભાઈ ડોબરીયાએ ગણપતિ ઉત્સવ સમિતિને લોકસેવાના કાર્યો કરવા જે પણ આર્થીક જરૂરિયાત હોય તે પુરી પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ જે કાંઈ જરૂરિયાત હોય તો તેઓને સૂચન કરવા ગણપતિ ઉત્સવ સમિતિના મેમ્બર નયનભાઈ જાેશીને જણાવેલ છે. આ તકે ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીએ સમાજને એક સંદેશો આપતા જણાવેલ છે કે દાતાઓ તરફથી ગણપતિ ઉત્સવ સમિતિને આપવામાં આવતી કોઈપણ પ્રકારની વસ્તુઓ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કોઈપણ પ્રકારની ડિપોઝીટ કે ભાડુ લીધા સિવાય વિનામુલ્યે આપવામાં આવે છે અને લોકોને જરૂરિયાત ન હોય ત્યારે તેઓએ આ વસ્તુઓ તાત્કાલિક ગણપતિ ઉત્સવ સમિતિને ઓફિસે પરત જમા કરાવી દેવી જેથી બીજા કોઈ જરૂરિયાત વાળા લોકોને આપી શકાય. આ તકે ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હોવાનું રઘુવંશી સેવાભાવી સુરેશભાઈ સાદરાણીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

error: Content is protected !!