વિસાવદર મામલતદાર કચેરીના બન્ને માળમાં પીવાના પાણી માટે વોટર કુલર તથા આર.ઓ. સિસ્ટમ ચાલુ કરાવો : ટીમ ગબ્બર

0

ટીમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટનયનભાઈ જાેશી દ્વારા મુખ્યમંત્રી, કલેકટર, પ્રાંત અધિકારી વિગેરેને લેખિતમાં રજૂઆત કરી જણાવેલ છે કે, હાલ ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલુ થનાર હોય વિસાવદર તાલુકો જિલ્લામાં સૌથી મોટો તાલુકો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ આવેલ હોય તાલુકાની મોટાભાગની વસ્તી રોજબરોજના કામ સબબ વિસાવદર મામલતદાર કચેરીમાં અવરજવર કરતી હોય આ કચેરીમાં પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા ન હોય અને જે વોટરકુલર છે તે વર્ષો જુનું એકદમ કટાઈ ગયેલું અને કાટ વાળું હોય તેમાં પાણી ઠંડુ થતું ન હોય તેજ પરિસ્થિતિ ઉપરના માળે પણ આવેલી હોય આજ કચેરીમાં મામલતદાર કચેરી, સીટી સર્વે કચેરી, ઇધરા કેન્દ્ર, સબ રજીસ્ટર કચેરી ઉપરાંત પુરવઠા કચેરી, ચૂંટણી શાખા તથા તલાટી કચેરી ઉપરાંત અનેક વિભાગો આવેલ હોય અને તેના કામ સબબ લોકો આવતા હોય ત્યારે આવનાર તાલુકાના લોકોને પીવાનું પાણી પણ મળતું ન હોય અને લોકોને પાણીના પણ પૈસા આપવા પડતા હોય જેથી બન્ને માળમાં આવેલ વોટરકુલર તથા આર.ઓ. સિસ્ટમ ચાલુ કરાવવા અને તે બંધ હોય તેં રિપેરીંગનો ખર્ચ વધી જતો હોય તો બન્ને જગ્યાએ નવા સેટ ફાળવવા અમારી રજુઆત કરેલ હોવાનું ટીમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જાેશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!