મેંદરડા તાલુકાના રાજેસર ગામનાં સોની બંધુને લૂંટાયેલો રૂા.૭૯.૫૮ લાખનો મુદ્દામાલ પરત કરાયો

0

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૧પ અરજદારોના મોબાઈલ ફોન પણ મેંદરડા પોલીસે શોધી આપ્યા

જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામે સોનીબંધુને બંધક બનાવી અને રૂા.૮૧.૭૦ લાખની લૂંટનો બનાવ બનવા પામેલ હતો અને આરોપીઓ લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ બનાવના અનુસંધાને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસની કામગીરી હાથ ધરી હતી અને આ લૂંટના બનાવનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ જપ્ત કરી અને પરત આપવામાં આવ્યો છે. આ બનાવ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર, મેંદરડાના રાજેસર ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફ જીતુભાઈ વ્રજલાલભાઈ લોઢિયા અને તેમના ભાઈ તુલસીદાસને ગત તા.૧લી ફેબ્રુઆરીના રોજ રાત્રે જૂનાગઢનો દિપક અશોકભાઈ જાેગીયા સહિત ૩ શખ્સ ઘરમાં પ્રવેશી માર મારી, રમકડાંની રિવોલ્વર તથા છરીની અણીએ બંધક બનાવી તિજાેરીમાંથી સોનાના ૮ બિસ્કીટ, કબાટમાંથી ૨૧ કિલો ચાંદી અને રૂપિયા ૯ લાખની રોકડ મળી કુલ રૂપિયા ૮૧.૭૦ લાખની મતાની લૂંટ લૂંટ ચલાવી નાસી ગયાનો ગુનો મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો બનાવી ૨૩ ફેબ્રુઆરીના રોજ ઉપલેટાના ગણોદ ગામે નદી કાંઠે થી દીપક જાેગીયા તેમજ તેના મિત્રો દિલીપ ઉર્ફે કોઢીયો અને વિમલ બારોટને ઝડપી લઇ ગિરનાર જંગલમાં આરોપીઓએ છુપાવેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરમ્યાન મંડળ પોલીસ દ્વારા આયોજિત ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં કોર્ટના હુકમ અન્વયે એસપી હર્ષદ મહેતા અને મેંદરડાનાં મહિલા પીએસઆઇ એસ. એન. સોનારાએ સોની વેપારીને સોનાના ૮ બિસ્કીટ, ૨૧ કિલો ચાંદી અને રૂપિયા ૬,૮૮,૩૦૦ની રોકડ મળી કુલ રૂપિયા ૭૯,૫૮,૩૦૦નો મુદ્દામાલ પરત કર્યો કર્યો હતો અને સાથે સાથે મેંદરડા પોલીસે ૧૫ અરજદારોના મોબાઈલ ફોન શોધી સોંપી આપ્યા હતા.

error: Content is protected !!