જૂનાગઢમાં સોશ્યલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો પોસ્ટ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી

0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ચુંટણીને લઇને સોશ્યલ મીડીયામાં ભયજનક પોસ્ટર મુકનાર સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સાયબર સેલ મારફત ઇસ્ટાગ્રામ એકાઉન્ટો ચેક કરતા એક આઇડીમાં બે શખ્સો પૈકી એક શખ્સ હાથમાં છરી રાખી ભય ફેલાવતા વિડીયો અપલોડ કરેલ જાેવામાં આવતા આ શખ્સની પો. કોન્સ. રોહીતભાઇ ધાધલએ ખાનગી રીતે હકીકત મેળવતા આ શખ્સ અમન ઇકબાલ ખોખર રહે. સુખનાથ ચોક, પીસોરી ફળીયા વાળો હોવાનું અને હાલ તેના ઘરની આસપાસ હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા તાત્કાલીક બાતમીના સ્થળે જઈ અને આ શખ્સની ધરપકડ કરી અને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!