જૂનાગઢમાં યુવતીને તેના મિત્ર અને માતાએ માર મારી ધમકી આપતા ફીનાઈલ પીધુ : પોલીસ ફરીયાદ

0

જૂનાગઢમાં એક યુવતીને તેના મિત્ર માર મારી અને ધમકી આપતા ફિનાઈલ પીધુ હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં ગુલીસ્તાન સોસાયટી, ઘાંચીપટ ખાતે રહેતા કરીશ્માબેન ડો/ઓ મહમદભાઈ જેઠવા(ઉ.વ.રપ)એ આ કામના આરોપી અલ્તાફ ઓસમાણભાઈ રહે.ગુલીસ્તાન સોસાયટી, ઘાંચીપટ તેમજ રૂબીનાબેન ઓસમાણભાઈ રહે.જૂનાગઢ વાળા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી કરીશ્માબેન આ કામના આરોપી અલ્ફાઝ ઓસમાણભાઈની સાથે ફ્રેન્ડશીપ હોવાથી એક સાથે રહેતા હોય અને આ કામના ફરિયાદીએ આરોપી અલ્ફાઝભાઈને પોતાના તથા પોતાની દિકરી માટે કપડાનું કહેતા આરોપીએ જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી લોખંડનું કળુ નાક ઉપર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ થોડું ફિનાઈલ પી જતા આરોપી નં-રએ ફરિયાદીને ફોન ઉપર ભુંડી ગાળો કાઢી તથા આરોપી નં-૧એ ફરિયાદીની બહેન સાહેદ રૂકશાનાબેનને પણ ભુંડી ગાળો કાઢી અને એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૪૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ એમ.જી. વારસુર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!