જૂનાગઢમાં નિવૃત પોલીસ ઈન્સ્પેકટર વ્હીલચેર ઉપરથી પડી જતા ગંભીર ઈજાથી મૃત્યું

0

જૂનાગઢમાં નિવૃત પોલીસ ઈન્સ્પેકટર વ્હીલચેર ઉપરથી પડી જવાના કારણે ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નિવૃત પોલીસ ઈન્સ્પેકટરપ્રવિણભાઈ વિરમભાઈ વાઢીયા(ઉ.વ.૬ર) રહે.મીરાનગર વાળા ત્રણ-ચાર વર્ષ પહેલાથી મગજમાં એક નસ બંધ હોય અને પેરાલીસીસ તથા ડાયાબીટીશને કારણે પથારી વસ જીવન વિતાવતા હોય અને તેઓ વયવૃધ્ધ હોવાના કારણે કુદરતી રીતે અથવા પોતાની મેળે વ્હીલચેર ઉપરથી પડી જવાના કારણે તેઓને શરીરે નાની-મોટી ઈજા થવાના કારણે તેઓનું મૃત્યું થયું છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!