જૂનાગઢમાં રૂા.પ હજારના મોબાઈલની ચોરી

0

જૂનાગઢમાં ચીતાખાના ચોકમાં ભરાતી રવિવારી ગુજરીમાંથી જાેષીપરાના યુવાનનો મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી વિજયભાઈ રતીભાઈ રાજકોટીયા પટેલ(ઉ.વ.૩પ) રહે.જાેષીપરા વાળાએ અજાણ્યા ચોર ઈસમ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી ચીતાખાના ચોકમાં ભરાતી રવીવારી ગુજરીમાં કામ સબબ આવેલ હતા અને ગુજરીમાં હાજર હતા તે વખતે સવારના આશરે અગીયાર સાડા અગીયાર વાગ્યાના અરસામાં ફરિયાદીની મોબાઈલ રેડમી કંપીનીનો એન્ડ્રોઈન્ડ મોબાઈલ ફોન કિ.રૂા.પ૦૦૦ વાળો ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!