જૂનાગઢ સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર સામે એસઓજીની કાર્યવાહી

0

જૂનાગઢમાં સોશ્યલ મિડીયામાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે અને સોશ્યલ મિડીયામાં હથિયારો સાથેના ફોટા રાખી ભય ફેલાવતા ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચનાને પગલે સાયબર સેલ મારફતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરવામાં આવતા એક ઈસમ બ્લેક કલરની એક્ષેસમાં હાથમાં છરી રાખી અને ઉભેલો જણાતા તેના અંગેની હક્કિત મેળવતા આ શખ્સ સાહિલ આસીફભાઈ અબડા(ઉ.વ.૧૯) ધંધો-મજુરી, રહે.કેબ્રિજ સ્કૂલ વાળો હોવાનું અને આરટીઓ સર્કલ પાસે હોવાનું જાણવા મળતા એસઓજી પોલીસે તાત્કાલીક બાતમીના સ્થળે તપાસ કરતા હાલ આરટીઓ સર્કલ પુલ પાસે જતા કાળા કલરની નંબર પ્લેટ વગરની એક્ષેસ મોટરસાઈકલ લઈને આવતા આ શખ્સને રોકી અને તેની પુછપરછ કરતા તે બાતમી વાળો જ ઈસમ હોય અને તેની એક્ષેસ મોટરસાઈકલની ડેકી ખોલતા છરી જાેવા મળતા તેના વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ. પી.કે. ચાવડા, પો. સબ ઈન્સ. એસ.એ. સોલંકી, પો. સબ ઈન્સ. એમ.જે. કોડીયાતર, એએસઆઈ રવિરાજસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ ચૌહાણ, પો.કોન્સ. વિશાલભાઈ ઓડેદરા, રોહિતભાઈ ધાંધલ, સાયબર ક્રાઈમ સેલના પો.કોન્સ. રવિરાજભાઈ વાળા, કૃણાલ પરમાર, મયુર ઓડેદરા વિગેરે સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

error: Content is protected !!