જૂનાગઢમાં જીલ્લા રજીસ્ટાર મંડળીઓની જુની કચેરીમાંથી રૂા.પ૧૦૦ની ચીજવસ્તુની ચોરી

0


જૂનાગઢમાં દિવાનચોક ખાતે જીલ્લા રોજગાર કચેરીના બાજુના રંગમહેલ બિલ્ડીંગમાં આવેલ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળની જુની કચેરીમાંથી ચોરીનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે હસમુખભાઈ બાબુભાઈ કમાણી પટેલ(ઉ.વ.પ૭) રહે.શ્રીલક્ષ્મી પેલેસ, બ્લોક નં-ર૦૧, ઝાંઝરડા મેઈન રોડ, ખાખીનગર, જૂનાગઢ વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના કોઈ અજાણ્યા ચોર ઈસમે દિવાન ચોકમાં આવેલ રંગમહેલ બિલ્ડીંગમાં આવેલ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓની જુની કચેરીની બારીઓ તોડી અંદર પ્રવેશ કરી કચેરીમાં લગાડેલ પંખા નંગ-૧ર જેની કિ.રૂા.ર૪,૦૦ તથા ટયુબ લાઈટ નંગ-૧ર જેની કિ.રૂા.૧ર૦૦ તથા વોટર કુલરનું કંમ્પેસર કિ.રૂા.૧પ૦૦ તથા કચેરીનું ઘણું રેકર્ડ મળી કુલ કિ.રૂા.પ૧૦૦ની ચીજ વસ્તુની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!