જૂનાગઢ લોકસભાની ચૂંટણી માટે પ્રથમ દિવસે ૩ર અને માણાવદર પેટા ચૂંટણી માટે ર૪ ફોર્મ મળી કુલ પ૬ ફોર્મનો ઉપાડ થયો

0

જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી પરંતુ કુલ પ૬ ફોર્મ ઉપડયા છે. જેમાં લોકસભાની ચૂંટણી માટે ૩ર ફોર્મ અને પેટા ચૂંટણી માટે ર૪ ફોર્મનો ઉપાડ થયો છે. લોકસભા ચૂંટણી માટે ગઈકાલથી ચૂંટણી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આગામી તા.૧૯ એપ્રિલ સુધી નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. જયારે ર૦ એપ્રિલને શનિવારે કુલ ભરાયેલા નામાંકનની ચકાસણી કરવામાં આવશે. જયારે તા.રર એપ્રિલને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય તે દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બની જશે. જયારે તા.૭ મે મંગળવારે મતદાન અને તા.૪ જુનને મંગળવારે મતગણતરી કરવામાં આવશે. ગઈકાલે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જૂનાગઢ લોકસભા ચૂંટણી માટે કુલ ૯ વ્યક્તિએ કુલ ૩ર ફોર્મ ઉપાડયા છે. જેમાં ભાજપના બે વ્યકિતએ ૧૦ ફોર્મ ઉપાડયા છે. તો કોંગ્રેસના બે વ્યકિતએ ૮ ફોર્મ ઉપાડયા છે. લોકસભાની ચૂંટણી લડવા ભાજપ-કોંગ્રેસ સિવાય અને પક્ષો પણ મેદાનમાં છે. જેમાં લોગ પાર્ટી તરફથી એક વ્યકિતએ પાંચ ફોર્મ ઉપાડયા છે. તો સત્યવાદી રક્ષક પાર્ટી તરફથી એક વ્યકતિએ બે ફોર્મ અને બહુજન સમાજ પાર્ટી તરફથી એક વ્યકિતએ પાંચ ફોર્મ અને બે વ્યકિતએ અપક્ષ તરીકે ફોર્મ ઉપાડયું છે. જયારે માણાવદર વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે પ્રથમ દિવસે કુલ ૮ વ્યકિતએ ર૪ ફોર્મ ઉપાડયા છે. જેમાં ભાજપ તરફથી બે વ્યકિતએ ૮ ફોર્મ, કોંગ્રેસ તરફથી બે વ્યકિતએ ૮ ફોર્મ ઉપાડયા છે. જેની સામે અન્ય પક્ષોની વાત કરીએ તો લોગ પાર્ટી તરફથી એક વ્યકિતએ પાંચ ફોર્મ અને ત્રણ અપક્ષોએ ત્રણ ફોર્મ ઉપાડયા છે. આમ પેટા ચૂંટણી માટે કુલ ર૪ ફોર્મ ઉપડયા છે અને ૧૯ તારીખ સુધીમાં હજુ પણ વધુ ફોર્મ ઉપડશે તેમ મનાઈ છે.

error: Content is protected !!