વોકળાના ગેરકાયદેસર દબાણો જેમના તેમ, પ્રોટેકશન દિવાલ બની નથી અને ચોમાસા આડે માત્ર ત્રણ મહિનાની જ વાર છતાં જૂનાગઢની જનતા ભગવાન ભરોસે

0

જળહોનારતની ઘટનાને એક વર્ષ પુરૂ થવામાં છે પરંતુ આ સમયગાળામાં દબાણો દુર કરવાની કે સુરક્ષા માટેના કોઈ પગલા લેવાયા નથી, જનતા વ્યથિત


જૂનાગઢ લોકસભાની બેઠક માટેનું પ્રચાર પડઘમ જાેરશોરથી ચાલી રહ્યું છે અને નજીકના સમયમાં ચૂંટણી યોજાઈ રહી છે અને રાજકીય પક્ષો તેમજ સંબંધિત તંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે. દરમ્યાન ચોમાસાને આડે હવે માત્ર ત્રણ મહિના જ બાકી રહયા છે ત્યારે ફરીવાર જળપ્રલય જેવી ઘટના ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે. કારણ કે, ગત વર્ષે જળ હોનારત જૂનાગઢમાં સર્જાઈ હતી અને જેને એક વર્ષનો સમયગાળો જુન માસમાં પુરો થવામાં છે. ત્યારે તકેદારી એટલે કે ગેરકાયદેસર વોકળાના દબાણો દુર કરવાની નક્કર કામગીરી હજુ સુધી થઈ નથી. તેમજ પ્રોટેકશન દિવાલ પણ બની નથી ત્યારે જૂનાગઢની જનતાની સ્થિતિ હાલ રામ ભરોસે હોવાનું મનાઈ છે અને ચોમાસા પહેલા જ તમામ કાર્યો સંબંધિત તંત્ર દ્વારા પુરા કરી લેવામાં આવે તેવી બુલંદ માંગણી પ્રજાજનોની રહેલી છે.
ચૈત્ર માસ એટલે ચોમાસા માટેના દનીયાનો મહીનો ગણાય છે. આકરા તાપ વચ્ચે ચૈત્રી દનીયા તપે અને ચોમાસાના વરસાદનું બંધારણ બંધાય છે. ચૈત્ર મહીનો પુરો થતા વૈશાખ માસમાં ચોમાસાના ભણકારા વાગવા મંડે અને જેઠ-અષાઢ એટલે કે જુન, જુલાઈમાં ચોમાસાના પ્રારંભ થઈ જાય આપણે ત્યાં ૧પ જુનથી ચોમાસું શરૂ થઈ જતું હોય છે. ત્યારે ચોમાસું હાલ દરવાજે પહોંચી ગયું છે ત્યારે જૂનાગઢની જનતા ચિંતાગ્રસ્ત બની છે. કારણ કે, ગત વર્ષે બનેલી જળહોનારતમાં જેને મુખ્ય જવાબદાર ગણાય છે તેવો વોકળા ઉપરના ગેરકાયદેસર દબાણો યથાવત છે અને પ્રોટેકશન દિવાલ પણ બની નથી. આવા સંજાેગોમાં ચોમાસાંમા જાેરદાર વરસાદ ત્રાટકે તો ફરી એકવાર જલપ્રલય જેવી ઘટના બની શકે તેમ છે. તેવો ભય જાેવા મળી રહ્યો છે. ગત વર્ષે ર૦, ર૧ જુન અતિ ભારે વરસાદને પગલે ભારે જળહોનારત સર્જાણી હતી અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. કરોડોનું નુકશાન થયું હતું. લોકોએ જળહોનારત સર્જવાના કારણમાં વોકળા ઉપરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને કારણરૂપ ગણાવી આવા દબાણો દુર કરવા મુખ્યમંત્રી સુધી ફરીયાદ પહોંચાડી હતી. આ ઉપરાંત અગ્રણીઓએ પણ રજુઆત કરી હતી અને મુખ્યમંત્રીએ વોકળાના દબાણો દુર કરવાની કામગીરી પુર્ણ કરવામાં આવશે અને મનપા તંત્રને સુચના પણ આપી હતી. તત્કાલીન કમિશ્નરને પણ સુચના અપાઈ હતી. કાળવાના દબાણો દુર કરવાની કામગીરીના ભાગરૂપે નાના માણસોના ઝુંપડા તોડી પડયા અને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે પરંતુ બાકીના દબાણો એમના એમ છે. તાજેતરમાંછ જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ તમારા પ્રશ્નોથી હું અવગત છું અને વોકળાનો પ્રશ્ન હલ થઈ જશે તેમ આગેવાનોની બેઠકમાં જણાવ્યું હતું. હાલ કાળવાના વોકળા પાસે આવેલ બેઠા પુલમાંથી કાપ દુર કરવાની કામગીરી ચાલે છે. પરંતુ જે ગેરકાયદેસર દબાણોનો ખડકલો છે તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. તો બીજી તરફ પુર સામે પ્રોટેકશન દિવાલ બનાવવી જાેઈએ તે પણ હજુ બની નથી અને આવા સંજાેગોમાં ફરીવાર ચોમાસામાં જાેરદાર અતિ વરસાદ થાય તો હાલત ખરાબ થઈ જાય તેવો ભય સેવાઈ રહ્યો છે. હાલ લોકસભાની ચૂંટણીના માહોલ છે અને લોકસભાની ચૂંટણી બાદ નજીકના સમયમાં જ મનપાની ચૂંટણી આવવાની છે. ત્યારે આગામી ચોમાસું ફરી એકવાર જૂનાગઢવાસીઓ માટે ગંભીર પરિસ્થિતિ ન સર્જે તેવી પ્રાર્થના હાલ તો જૂનાગઢવાસીઓ રામ ભરોસે છે.

error: Content is protected !!