રામનવમી પર્વની શાંતીપુર્ણ ઉજવણી થાય તે માટે જૂનાગઢ શહેર જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં જૂનાગઢમાં ફુટ પેટ્રોલીંગ કરાયું : શોભાયાત્રા પ્રસ્થાન સ્થળની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા અને રામનવમીની શુભકામના પાઠવાઈ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં રામનવમી પર્વની ઉત્સાહભેર, ઉમંગભેર અને ભકિતભાવ પુર્વક આજે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં આજે બપોરના ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે. રામનવમીનું પર્વ જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં શાંતીપુર્વ રીતે યોજાઈ તે માટે જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. દરમ્યાન રામનવમી પર્વ પ્રસંગે ગઈકાલે જૂનાગઢ શહેરમાં જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને નિરીક્ષણ કરી તેમજ પોલીસ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢમાં શોભાયાત્રાના પ્રસ્થાન સ્થળની મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા કરી જરૂરી સુચનો આપેલ અને રામનવમી પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!