તાપમાનનો પારો ૪૦.૬ને પાર થતા જૂનાગઢ શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું

0

અવકાશમાંથી દિવસ દરમ્યાન અગન વર્ષાને પગલે સર્જાયેલા હિટવેવ જેવી સ્થિતિમાં જનજીવન પ્રભાવિત

જૂનાગઢ શહેરના તાપમાનમાં ફરી પાછો વધારો થયો છે અને તાપમાન ૪૦.૬ને પાર પહોંચી જતા જૂનાગઢ શહેર અગન ભઠ્ઠીમાં ફરેવાયું છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આકાશમાંથી થતી અગન વર્ષાને કારણે દિવસ દરમ્યાન સખ્ત તાપ વરસી રહ્યો છે. ઠંડક મેળવવાના તમામ ઉપાયો નિષ્ફળ જઈ રહ્યા છે.
ચૈત્ર માસની શરૂઆત સાથે જ જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગરમીનું પણ આક્રમણ સતત વધી રહ્યું છે. દરમ્યાન રવિવારના કેટલાક વિસ્તારના વરસાદી છાંટણા થયા હતા પરંતુ ત્યારબાદ સખ્ત ગરમ લુ વરસી રહી છે અને સોમવારથી જ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકના લોકો હિટવેવ જેવી સ્થિતિમાં મુકાયા છે અને જેને લઈને જનજીવન પ્રભાવિત બની ગયું છે. રાત્રી પણ ગરમી લુ વરસે છે અને મોડી રાત્રી સુધી સખ્ત ગરમી વચ્ચે લોકો અકળાઈ રહ્યા છે. ગરમીના આ દિવસોમાં ઈલેકટ્રીક ઉપકરણનો ઉપયોગ વધ્યો છે પરંતુ ઠંડક મેળવવાના કરવામાં આવતા તમામ ઉપાયો પણ નિષ્ફળ જઈ રહ્યા છે અને ગરમીના માર વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે. આગામી દિવસોમાં સખ્ત તાપ વરસે અને એપ્રિલના અંતમાં હિટવેવ સર્જાશે તેવી પણ આગાહી થયેલી છે. ત્યારે હજુ પણ સખ્ત ગરમીનું સામનો લોકોને કરવો પડશે.

error: Content is protected !!