જૂનાગઢ લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાની સંપતીની વિગતો જાહેર : પ વર્ષમાં ૧.૯૧ કરોડનો થયેલો વધારો

0

જૂનાગઢ સહિત દેશભરમાં આગામી લોકસભાની ચૂંટણી તેમજ ગુજરાત સહિતના વિસ્તારોમાં વિધાનસભાની પેટા ચૂંટણી અંગેની પ્રક્રિયા જાેરશોરથી શરૂ થઈ છે. ચૂંટણી પંચની માર્ગદર્શીકા અનુસાર ચૂંટણી લડવા માંગતા ઉમેદવારે પોતાની વિગતો એફીડેવીડ કરીને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જાહેર કરવી જાેઈએ અને આ સુચના અનુસાર સંપતી સહિતના આંકડા જે તે ઉમેદવારના જાહેર થતા હોય છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું અને આ સાથે જ ભરેલા ફોર્મમાં મિલ્કત સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી. જે અંગેની મળતી માહિતી અનુસાર, તેમની આવકમાં છેલ્લા પ વર્ષમાં ૧.૯૧ કરોડનો વધારો થયો છે. રાજેશ ચુડાસમાને ભાજપે ત્રીજી વખત ચૂંટણી લડવાનો મોકો આપ્યો છે. તેમણે ર૦૧૪ અને ર૦૧૯માં જીત મેળવી હતી. હવે તેને ર૦ર૪ માટે ફરી પસંદ કરાયા છે. વર્ષ ર૦૧૪માં રાજેશ ચુડાસમા પાસે ૪૭,રપ,૦ર૩ની જંગમ મિલ્કત હતી જયારે ૬૦,૦૦,૦૦૦ની સ્થાવર મિલ્કત હતી. આમ કુલ મિલ્કત ૧,૦૭,રપ,૦ર૩ રહેવા પામી હતી. દરમ્યાન વર્ષ ર૦ર૪માં તેમણે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું છે. ઉમેદવારી પત્રકમાં જણાવ્યા મુજબ તેમની જંગમ મિલ્કત ૧,૧૧,૦૮,૮૮૪ અને સ્થાવર મિલ્કત ૧,૮૮,૦૦,૦૦૦ દર્શાવાઈ છે. આમ કુલ મિલ્કત ર,૯૯,૦૮,૮૮૪ થઈ છે. એટલે કે છેલ્લા પ વર્ષમાં સાંસદની આવકમાં ૧,૯૧,૮૩,૮૬૧નો વધારો થયો છે.
અન્ય જાહેર થયેલી વિગતો
છેલ્લા નાણાંકિય વર્ષની આવક ૧૮,૯૪,૯પ૦, હાથ ઉપર રોકડા ૧,૮૦,૦૯૯, અલગ-અલગ બેંક ખાતામાં કુલ ૩૬,૮૮,૭૮પ, એલઆઈસીની પોલીસી ૧પ,૦૦,૦૦૦, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ પોલીસી ૪૦,૦૦,૦૦૦, આપેલ લોન ૮પ,૦૦૦, ઈનોવા કાર ૧૧,૦૦,૦૦૦, ટ્રક ૪,૦૦,૦૦૦, એકિટવા સ્કુટર ૩પ,૦૦૦, સોનુ ર૦ ગ્રામ કિંમત ૧,ર૦,૦૦૦ આમ કુલ જંગમ મિલ્કત ૧,૧૧,૦૮,૮૮૪ દર્શાવાઈ છે. વારસાગત મિલ્કત હિસ્સો ૭ર,૦૦,૦૦૦, બીનખેતી જમીન ૯ર,૦૦,૦૦૦, મકાન ર૪,૦૦,૦૦૦ આમ કુલ સ્થાવર મિલ્કત ૧,૮૮,૦૦,૦૦૦ દર્શાવાઈ છે. કુલ દેણું ૯,૮૯,૦૪૩ દર્શાવાયું છે. પત્ની રેખાબેનની છેલ્લા નાણાંકીય વર્ષની આવક ૬,૦૩,૪૭૦, હાથ ઉપર રોકડા ૮૦,૦૦૦, બેંક ખાતામાં ર૩,૯ર૮, સોનુ ૪૦ ગ્રામ કિંમત ર,૪૦,૦૦૦ કુલ જંગમ મિલ્કત ૩,૪૩,૯ર૮, સ્થાવર મિલ્કત ૩ર,૦૦,૦૦૦. રાજેશ ચુડાસમા વિરૂધ્ધ વેરાવળ કોર્ટમાં ડો. અતુલ ચગ મામલે આઈપીસી ૩૦૬-પ૦૬(ર)-૧૧૪ અંતર્ગત ફોજદારી કેસ પેન્ડીંગ છે.

error: Content is protected !!