જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે રામનવમીની ભકિતભાવ પૂર્વક ઉજવણી

0

ભગવાન રામલલ્લાની શહેરમાં નીકળશે શોભાયાત્રા : લોકોમાં ભારે ઉત્સાહ

ચૈત્રા સુદ-૯ એટલે કે ‘રામનવમી’ના પાવનકારી અવસરની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાલર, નગારાના રણકાર અને શંખનાદ સાથે જય જય શ્રી રામનો નારો ગુંજી ઉઠયો છે. અયોધ્ય્માં ભવ્ય રામમંદિર અને ભગયવાન શ્રી રામલલ્લાના રાજયાભીષેક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રૂડો અવસર સમગ્ર ભારતમાં મનાવવામાં આવ્યો હતો. ભાવિકોના આરાધ્ય ભગવાન શ્રી રામચંદ્રજીના નવનિર્મીત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા બાદ આ પ્રથમ રામનવમી એટલે કે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય દિન નિમિતે આજે ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશમાં હર્ષોઉલ્લાસ સાથે ભકિતભાવ પૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જૂનાગઢ શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી રહી છે. ઉપરકોટ રોડ ઉપર આવેલા રામ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા આજે નીકળશે મોટી હવેલીના પૂ. પિયુષબાવાના હસ્તે પ્રસ્થાન કરાવાશે. આ તકે સંતો, અગ્રણીઓ, ભાવિકો ખાસ ઉપસ્થિત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમી પર્વ પ્રસંગે શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરીને જવાહર રોડ સ્થિતિ ચૈતન્ય બાલા હનુમાનજી મંદિરે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં આકર્ષક ફલોટ ઝાંખી જાેડાશે અને તેમને પુરસ્કાર પણ આપવામાં આવશે. શહેરમાં વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળશે અને ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. ભગવાન શ્રી રામલલ્લા નગરચર્યાએ પધારતા હોય તેના દર્શન માટે ભાવિકો આતુર રહેશે. રામ લખન જાનકી જય બોલો હનુમાન કી અને રામ આયેંગે આયેંગે આયેંગેના ગીત ગુજારવ સાથે ભગવાન શ્રી રામચંદ્રજીનો જય જયકાર ગુંજી ઉઠશે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે. શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. રામજી મંદિરોમાં અનેરી સજાવટ સાથે પૂજન, અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો ભાવભેર યોજવામાં આવી રહ્યા અને લોકોમાં ભારે થનગનાટ જાેવા મળી રહ્યો છે.

error: Content is protected !!