મેંદરડા પંથકમાં વાડી વિસ્તારમાં ચોરીના વધુ બે બનાવ નોંધાયા

0

મેંદરડા પંથકમાં વાડી વિસ્તારમાં ચોરીના વધુ બે બનાવ બનેલ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર, મુળ રાજેસર ગામના અને હાલ હરીઓમનગર, અક્ષર પરિસર-બી, બ્લોક નં-૭૦રમાં રહેતા જેન્તીલાલ લાલજીભાઈ કાનાણી(ઉ.વ.૬૪)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ગત તા.૯-૩-ર૦ર૪ કલાક ૧૦ વાગ્યાથી તા.૧ર-૩-ર૦ર૪ કલાક ૧૦ દરમ્યાન ફરિયાદીની વાડીએ ખુલ્લામાં રાખેલા ખાતરના બાચકા, સીલાઈ મીશન વિગેરે મળી કુલ રૂા.૧૯ હજારના મુદ્દામાલની ચોરી અજાણ્યો શખ્સ કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવમાં મેંદરડા દિપાલી પાર્ક સોસાયટી ખાતે રહેતા ભનુભાઈ સમજુભાઈ જાલાણી(ઉ.વ.૭પ)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આજથી એકાદ મહિના પહેલા ફરિયાદીની વાડીએ મકાનની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલ મોટર ચાલું કરવાનું સ્ટાટર, ફુવારા, પ્લાસ્ટીકની ખુરશી વિગેરે મળી કુલ રૂા.૧પ,ર૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા મેંદરડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!