જૂનાગઢમાં મધુરમ વિસ્તાર, અંજની પેટ્રોલ પંપની પાછળ, પ્રમુખ દર્શન સોસાયટી, બ્લોક નં-પમાં રહેતા નિરાલીબેન સંજયભાઈ સીંગડીયા(ઉ.વ.ર૯) ઘરે એકલા હોય તે દરમ્યાન કોઈપણ રીતે અગમ્ય કારણોસર ઘરના બેડરૂમના બાથરૂમમાં ઉભડક હાલતમાં બેસેલ અને બાજુમાં રહેલી પાણી ભરેલ ડોલમાં મોઢું ડુબેલ હાલતમાં મૃત્યું પામ્યા હોવાની જાણ પોલીસને કરવામાં આવતા સી ડીવીઝન પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદમાં રંગપુર ગામે ઝેરી દવા પીતા વૃધ્ધનું મૃત્યું
કેશોદ તાલુકાના રંગપુર ગામના ગંધુભાઈ પુનાભાઈ બાબરીયા(ઉ.વ.૬૦) ડાયાબીટીશ તથા બીપીની બિમારીથી કંટાળી જઈ પોતાના ઘરે પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા તેઓનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.