જૂનાગઢના વૃધ્ધ ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી રૂા.૩૧ લાખ પડાવનાર યુવાનની ધરપકડ : ચકચાર

0

જૂનાગઢ શહેરની ગરીમાને લાંછન લાગે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક વયોવૃધ્ધ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરી અને તેમને બ્લેકમેઈલ કરી રૂા.૩૧ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો અને હજુ પણ વધુ રૂપીયાની માંગણી કરવામાં આવતી હોય આખરે આ વૃધ્ધે પોલીસમાં ફરિયાદ દાખલ કરતા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ તાત્કાલીક એકશન લઈ અને આ અધમ કૃત્ય કરનાર યુવાનની ધરપકડ કરી અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વૃધ્ધ સાથે યુવાને કરેલા સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય અંગેનો કિસ્સો બહાર આવતા ચકચાર જાગી ઉઠી છે. એટલું જ નહી આ યુવાન ઉપર ફીટકાર વરસી રહ્યો છે.
જૂનાગઢ શહેરમાં ૬૪ વર્ષના સિનિયર સિટીઝન અને શહેરની જલારામ સોસાયટીમાં આવેલ તિરૂપતિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૪માં રહેતા દેવ જીગ્નેશભાઈ બુધ્ધદેવ છેલ્લા ત્રણ વર્ષ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. આ દરમ્યાન ૨૨ વર્ષના યુવાને પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી લઈ વાયરલ કરી દેવાની ધમકી આપી સિનિયર સિટીઝનના ઘરે તેના ઉપર ૨ વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. વૃદ્ધને ધમકી આપી તેની પાસેથી રૂપિયા ૧-૧ લાખનાં એસબીઆઇ બેન્કના ૨ ચેકથી રૂપિયા ૨ લાખ અને રૂપિયા ૨૯ લાખ રોકડ મળી કુલ રૂપિયા ૩૧ લાખ ૩ વર્ષ દરમ્યાન યુવકે પડાવી લીધા હતા. આખરે કંટાળી જઈને સિનિયર સિટીઝને ૨૦ એપ્રિલની રાત્રે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે દેવ બુદ્ધદેવ વિરૂદ્ધ કલમ ૩૭૭, ૩૮૬, ૩૮૯ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને ગંભીરતાને ધ્યાને લઈ એસપી હર્ષદ મહેતાએ તાત્કાલિક તપાસનો આદેશ કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાનાં માર્ગદર્શનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે આરોપીની ગણતરીની કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!