જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિવસની ઉજવણી : પ્રભાત ફેરી, શોભાયાત્રા યોજાઈ

0

જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ગઈકાલે ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢમાં રથયાત્રા નીકળી હતી. દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ના દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસ નિમિતે દેશ-વિદેશના જૈન અને અન્ય સમાજના લોકો દ્વારા ઉમંગ અને ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં ગઈકાલે વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ વિવિધ ફલોટસ સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના તેમજ અન્ય સમાજના લોકો જાેડાયા હતા. ગઈકાલે જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ તથા મૂર્તિ પૂજક દેરાવાસી જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ ઉજવવામાં આવેલ હતો. સ્થા. જૈન સંઘના પ૦૦થી વધુ ભાઈઓ-બહેનો અને બાળકોએ સફેદ વસ્ત્રમાં સજ્જ થઈને સવારે ૮ થી ૯ કલાકે પ્રભાત ફેરીમાં જાેડાયા હતા. ત્યારબાદ જગમાલ ચોક ટુવાવાલા ઉપાશ્રયમાં પ્રવચન અને ૯ઃ૩૦થી ૧૧ કલાક સુધી પરમાત્મા મહાવીર સ્વામીના માતાને આવેલ ૧૪ સ્વપ્નના વર્ણનનું અદભુત નાટક ૩ર જેટલા બહેનો અને બાળકોએ રજુ કર્યું હતું. ત્યારબાદ બપોરના રપ૦ જેટલી આયંબિલ થવા પામી હતી. મૂર્તિ પૂજક સમાજના સંતોની નિશ્રામાં ૯ઃ૩૦ થી ૧૦ઃ૩૦ એક શોભાયાત્રા નીકળેલ જેમાં વિવિધ ફલોટસ હતા. તેમાં ભગવાન મહાવીર સ્વામીને નાગદેવતાએ ડંશ મારતા ભગવાનને લોહીના બદલે દુધની ધારા વહેતી હતી તે ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

error: Content is protected !!