ઉના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ માટે આવતો દીપેન રસ્તામાં ગુમ ઃ રાજકોટમાંથી તેમનો મોબાઇલ મળ્યો

0

ઉના ગ્રામ્ય વિસ્તારમાં મજુરી કામ માટે આવી રહેલ પશ્ચિમ બંગાળના દીપેન મલાડ રાજકોટ રેલવે સ્ટેશનમાં આવ્યા બાદ ગુમ થયો છે. દીપેનનો મોબાઇલ રાજકોટમાં માલધારી ફાટક પાસે અન્ય કોઇ વ્યકિતને મળતા મળી આવ્યો છે. જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલ છે. પશ્ચિમબંગાળનાં બાકુંડા જિલ્લાનાં બગડોબા ગામનાં વતની દીપેન મલારી નામનો યુવાન ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ માટે આવતો હોય જેમની સાથે બીજા ૩૪ જેટલા શ્રમિકો પણ સાથે હોય ગત તારીખ ૨૩ એપ્રિલનાં સાંજે ૬ઃ૩૦ વાગ્યાની આજુબાજુ રાજકોટ રેલ્વે સ્ટેશનથી આ બધા શ્રમિકો બહાર નીકળીને બેસેલા એ દરમ્યાન આ દિપેન નામનો શ્રમિક યુવાન ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હોય તેમની શોધખોળ કરતા મળી આવેલ નહિ જયારે દીપેન પેહલી વખત ગુજરાત આવતો હોય તેથી તેમને બંગાળી ભાષા સીવાય અન્ય કોઈ ભાષા આવડતી પણ નથી. બીજી તરફ આ ગુમ થયેલ યુવાનનો ફોન રાજકોટનાં માલધારી ફાટકની બાજુમાં કોઈને મળતા એ ફોન રાજકોટ પોલીસ સ્ટેશનમાં જમાં કરાવેલ છે તેમની સાથેનાં અન્ય શ્રમિકો ઉના પંથકમાં આવી પોહચ્યા હોય આ અંગે તેમણે ખત્રીવાડા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ શીયાળને વાત કરતા તેમને રાજકોટ પોલીસનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

error: Content is protected !!