જૂનાગઢમાં રકમ ચુકવી આપી હોવા છતાં જમીન વેચાણનો દસ્તાવેજ નહિ કરી આપી ફઇના દિકરાએ રૂા.૧૮.૫૧ લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ

0

જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં રકમ ચુકવી આપી હવા છતાં જમીન વેંચાણનો દસ્તાવેજ નહી કરી આપી અને ફઈના દિકરાએ રૂા.૧૮.પ૧ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ ગ્રીનસિટીમાં રહેતા વેપારી મનીષ વીરભાન આહુજાએ વર્ષમાં ૨૦૧૮માં તેના ભાવનગર ખાતે રહેતા ફઈના દીકરા ગૌરવભાઈ તારાચંદ ચોથાણી પાસેથી તેની શહેરમાં જાેષીપરા રેવન્યુ સર્વે નંબર ૬૮/૪ પૈકી ૨ સેન્ડલ વુડના નામે ઓળખાતા ભાગીદારીના ૧૦૭૬.૭૨ ચોરસ મીટર જમીનના પ્લોટના ૧૬.૬૬ ટકા ભાગવાળી જમીન રૂપિયા ૧૮.૫૧ લાખમાં વેચાણ લીધી હતી અને તા. ૧ મે ૨૦૧૮ સુધીમાં વેપારીએ ગૌરવભાઈને રકમ ચૂકવી આપી હતી. જેની સામે તેમણે વકીલ હિતેશભાઈ ભાડજાની ઓફિસે રૂપિયા ૧૦૦નાં સ્ટેમ્પ ઉપર મનીષ આહુજાના પિતાએ ખરીદ કર્યાનું અને ૧૬.૬૬ ટકાની જમીન ગૌરવભાઈએ વેચાણ અર્થે આપેલ અને જેની રકમ ચૂકતે કરી આપી હોવાનો કરાર અને જમીનનો કબજાે સોંપી આપ્યો હોવાનું લખાણ ગૌરવ ચોથાણીએ કરી આપ્યું હતું. પરંતુ આ પછી જુદા જુદા બહાના બતાવી જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપેલ નહિ અને જમીન વેચાણ નથી કરી હોવાની અખબારમાં ખોટી જાહેરાત આપી છેતરપિંડી આચરી હોવાની અને ગૌરવના પિતા તારાચંદ દોલતરામ ચોથાણીએ ૧૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ મારી નાખવાની ધમકી આપી અને તે અંગેનું રેકોર્ડિંગ મોકલી ગાળો કાઢી હોવાની ફરિયાદ વેપારી મનીષ વિરભાન આહુજા રહે.ઝાંઝરડા રોડ, ગ્રીનસીટી, બ્લોક નં-૩૧૧/૧, જૂનાગઢ વાળાએ પોલીસમાં નોંધાવતા એ ડિવિઝન પોલીસે કલમ ૪૦૬, ૪ર૦, પ૦૬(ર), પ૦૪, ૧૪૪ મુજબ ગૌરવ તથા તેના પિતા તારાચંદ દોલતરામ ચોથાણી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઇ આર.એમ. વાળા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!