દુનિયાભરમાં બે દિવસ અવકાશમાં ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો જાેવા મળશે

0

શનિવારે મધ્યરાત્રિ બાદ ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો : તા. પ થી ૬ મે સુધી આકાશમાં મહત્તમ ઉલ્કાવર્ષા પડતી નજરે પડશે : વહેલી પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય : કલાકની ૧પ થી પ૦ ઉલ્કાઓ સ્પષ્ટ પડતી જાેવા મળશે

દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્નિલમાં લાયરીડ્‌સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં શનિવાર મધ્યરાત્રિ બાદ બે દિવસ સુધી ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષા આકાશમાં જાેવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. તા. પ અને ૬ મી મેના રોજ મહત્તમ ઉલ્કા વર્ષા પડતી જાેવા મળશે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે શનિવારે મધ્યરાત્રિ બાદ સોમવાર પરોઢ સુધી આકાશમાં ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષા પડતી જાેવા મળશે. તા. પ અને ૬ મેના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જાેવા મળશે. કલાકના ૧પ થી પ૦ અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા આકાશમાં જાેવા મળશે. કુદરતી નજારો હોય દિશા-સમયમાં થોડા ફેરફારની પુરતી શકયતા છે. વધુમાં પંડયા જણાવે છે કે ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષા મહત્તમ બે દિવસ રવિવારથી સોમવાર સવાર સુધી આકાશમાં જાેવા મળશે. નરી આંખે નર્જનિ જગ્યાએથી સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જાેવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જાેઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી ઉપર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જાેવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. જાથાના પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જાેવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નર્જનિ જગ્યાને પસંદ કરી બે-ત્રણ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જાેવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જાેવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×પ૦નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે. જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જાેઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે. જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં જાગૃતોએ આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં જાથાના સદસ્યો માટે એક દિવસીય મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થા કરી છે. ઈટા-એકવેરીડ્‌સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નર્ભયિ જાેશી, રાજુ યાદવ, પાર્થ ગોહેલ, વિનોદ વામજા, નાથાભાઈ પીપળીયા, પ્રમોદ પંડયા, ભોજાભાઈ ટોયટા, જીજ્ઞેશ અમીપરા વિગેરે અનેક સદસ્યો જાેડાયા છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ ૯૮રપર ૧૬૬૮૯ તથા ૯૪ર૬૯ ૮૦૯પપ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!