બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢનો આવતીકાલે ૧૮મો પાટોત્સવ ઉજવાશે

0

અભિષેક વિધી, મહાપૂજા વિધી, પાટોત્સવ સભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢના ૧૮માં પાટોત્સવની આવતીકાલે ભવ્ય ઉજવણી થશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરૂ પરંપરાની ચરણરજથી પ્રસાદીભુત થયેલ ગુણાતીત સ્થાન જૂનાગઢને પૂજય પ્રમુખસ્વામી મહારાજે ભવ્ય શિખરબધ્ધ મંદિરની ભેટ આપી છે અને તેનો ૧૮મો પાટોત્સવ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. અક્ષરચરણ સ્વામી(સાળંગપુર)ની ઉપસ્થિતિમાં આવશે. આ પાટોત્સવ નિમિતે પંચ દિવસીય પ્રારાયણનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આવતીકાલ તા.૩-પ-ર૦ર૪ શુક્રવારે ૬ઃ૩૦થી ૮ દરમ્યાન અભિષેક વિધી, સાંજે પઃ૩૦થી ૭ દરમ્યાન મહાપૂજા વિધી તેમજ સાંજે ૭થી ૮ઃ૩૦ દરમ્યાન પાટોત્સવ સભા, સાંજે ૮ઃ૩૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ પંચદિવસીય પારાયણનું આયોજન કરેલ છે. પારાયણ વકતા સંત પૂ. અક્ષરચરણ સ્વામી અને પૂ.જ્ઞાનયન સ્વામી આગવી શૈલીમાં પારાયણનો ધર્મલાભ આપશે. ગઈકાલથી તા.૪ મે ર૦ર૪ રાત્રે ૯થી ૧૦ઃ૪પ દરમ્યાન કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આવતીકાલ તા.૩ મે ર૦ર૪ સાંજે ૭થી ૮ઃ૩૦ દરમ્યાન અને તા.પ મે ર૦ર૪ સાંજે પઃ૩૦ થી ૮ઃ૩૦ દરમ્યાન કાર્યક્રમ યોજાશે. ધર્મપ્રેમી જનતાએ અને હરીભકતોએ આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આર્શીવાદ સાથે સર્વે સંત મંડળ વતી પૂ. કોઠારી શ્રી સાધુવિનયદાસજી દ્વારા ભાવિકોને આમંત્રણ અપાયું છે.

error: Content is protected !!