જૂનાગઢમાં બર્ગબેન સ્કુટર ચાલકને લાઈનમાં ઉભા રહેવાનું કહેતા ઝાંપટ મારી ધમકી આપી : ફરિયાદ

0

જૂનાગઢમાં લાઈનમાં ઉભા રહેવાનું કહેતા સ્કુટર ચાલકે ઝાપટ મારી ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં દોલતપરા ખાતે આવેલા શાંતીલાલ પરમાણંદ પેટ્રોલીયમ ખાતે બનેલા બનાવ અંગે જીવનધારા-૧, પ્રિયા પાન વાળી ગલીમાં, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રહેતા ફરિયાદી દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ વાઘેલા(ઉ.વ.૪ર)એ એક બર્ગમેન સ્કુટર નંબર જીજે-૧૧-સીજી-૦૮૦૪ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી પોતાની નોકરીના ફરજ ઉપર હાજર હતા ત્યારે આ કામના આરોપી બર્ગમેન સ્કુટર નંબર જીજે-૧૧-સીજી-૦૮૦૪નો ચાલક આવેલ અને તેને લાઈનમાં ઉભા રહેવાનું જણાવતા તે ઉશ્કેરાઈ ગયેલ અને ફરિયાદીને ગાળો આપી ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર) મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.પી. કરમટા ચલાવી રહ્યા છે.

વિસાવદર તાલુકાના સરસઈ ગામે ખેતરમાં ટ્રક ચલાવવા દેવા બાબતે ઠપ્પકો આપતા મહંતને ગાળો દીધી

વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલ કંજડેશ્વર મહાદેવ આશ્રમના મહંત કાળુભારતી ગુરૂ વિઠ્ઠલભારતી(ઉ.વ.૩પ)એ જીજે-૧૦-ટીટી-૮પ૧રના મજુર તેમજ એક અજાણ્યો મોટરસાઈકલ તેમજ મયુર સાકરીયા રહે.માંડાવડ તથા તેની સાથેનો અજાણ્યો શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી ટ્રક નંબર જીજે-૧૦-ટીટી-૮પ૧રના મજુર તથા એક અજાણ્યા મોટરસાઈકલ ચાલકને ખેતરમાંથી ટ્રક નહી ચલાવવા દેવા માટે ઠપકો આપવા જતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને બિભત્સ શબ્દો કહી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!