જૂનાગઢ સહિત ગુજરાતની રપ લોકસભાની બેઠક માટે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં

0

લોકસભા વિસ્તારોમાં રેલીઓ નેતાઓની ચૂંટણી સભાના કાર્યક્રમો સાથે ચૂંટણી પ્રચારમાં તેજી

જૂનાગઢ સહિત ગુજરાતની કુલ રપ લોકસભાની બેઠકો ઉપર ચૂંટણી જંગ બરાબર જામ્યો છે. એક તરફ રાજકીય પક્ષોના કથિત નેતાઓના વિવાદનો મધપુડો, ઉનાળાનો આકરો તાપની સાથે સાથે હવે ચૂંટણી પ્રચાર તંત્ર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે તેમ કહી શકાય. રાત થોડી અને વેશ ઝાંઝાની જેમ રાજકીય પક્ષો જે તે લોકસભાની સીટ ઉપર પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે અને જયાં કોઈ વિસ્તાર નબળો જાેવા મળતો હોય ત્યાં ફરી ફરી પ્રવાસના કાર્યક્રમો યોજાતા હોય છે. વાત કરીયે જયારથી લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ અને ઉમેદવારની પત્રક ભરવાથી લઈ ઉમેદવારી પરત ખેંચવાના દિવસથી ચિત્ર સ્પષ્ટ બની ગયા બાદ ગુજરાતની કુલ ર૬ લોકસભાની બેઠક પૈકી સુરતની બેઠક ભાજપને બીનહરીફ મળી જતા કુલ રપ લોકસભાની બેઠક માટે ચૂંટણી જંગ જામ્યો છે અને બરાબરનો જામ્યો છે અને પ્રચાર તંત્ર જાેરશોરથી ચાલી રહ્યું છે. ચૂંટણીના આ દિવસોમાં ગ્રુપ મીટીંગો, સ્લીપ વહેંચણી, લોક સંપર્ક, વોર્ડ વાઈઝ, વિસ્તાર વાઈઝ બેઠકો અને સભાઓના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારો મતદારો સમક્ષ ઉપસ્થિત થયા છે. ચૂંટણી પ્રચારની કામગીરી દરમ્યાન કયાંક ઉમેદવારોને આવકાર તો કેટલીક જગ્યાએ લોકોએ પ્રજાકીય પ્રશ્નોની રજુઆતો પણ કરી છે. ઉમેદવારો અને ખાસ કરીને જેને ઉમેદવારના સમર્થનમાં રહેલા ટેકેદારો પણ ઉમેદવારના વિસ્તારોમાં ફરી વધ્યા છે અને પત્રીકા વિતરણથી લઈ ચૂંટણી પ્રચાર તંત્રની કામગીરી કાર્યકર્તાઓ ટેકેદારોએ ખુબ સરસ રીતે નિભાવી છે. ઉપરાંત પ્રચાર તંત્રની ભાગદોટ ખુબ સારી રીતે નિભાવી રહ્યા છે. આગામી તા.૭મી મેના રોજ ગુજરાતની રપ બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે અને હવે ગણતરીના દિવસો જ ચૂંટણી આડે બાકી રહ્યા છે. ત્યારે આજથી જ પ્રચાર તંત્ર અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ અને આવતીકાલ એમ બે દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલકાતે છે અને ચૂંટણી સભાઓ યોજાશે. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષના નેતાઓના પણ પ્રવાસ કાર્યક્રમ અને ચૂંટણી સભાથી લઈ પ્રચાર તંત્ર વેગવાન બની ગયું છે.

error: Content is protected !!