ચકલુય પ્રવેશી શકે નહી તેવું અભેદ સુરક્ષા ચક્ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ચૂંટણી સભા યોજવામાં આવી છે. ત્યારે વડાપ્રધાનની સુરક્ષાને લઈને પોલીસનો લોખંડી જાપ્તો ગોઠવાયો છે. ગઈકાલથી કૃષિ યુનિવર્સિટી કેમ્પસથી લઈ મુખ્ય માર્ગ અને સભા સ્થળ સુધીના ચપ્પેચપ્પાની જગ્યા ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જેમાં ૭ એસપી, ૧પ ડીવાયએસપી, રર પીઆઈ, ૧૧૭ પીએસઆઈ, ૧૦પ૧ પોલીસ કર્મી, ૧૮૪ એસઆરપી, ૬૦૦ હોમગાર્ડ, જીઆરડી સહિત રરપ૦થી વધુનો સ્ટાફ બંદોબસ્તમાં છે. ઉપરાંત વિશેષ જવાબદારી સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવી છે અને પોલીસ તંત્ર સાબદુ અને ચોકન્નું છે.

error: Content is protected !!