જૂનાગઢ, અમરેલી, પોરબંદરની બેઠક ઉપર જીતની હેટ્રીક સર્જવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જૂનાગઢમાં ચૂંટણી સભા : ભારે ઉત્સાહ

0

ધાર્યા નિશાન પાર પાડવામાં માહેર એવા વડાપ્રધાનને સાંભળવા ત્રણે જીલ્લાની જનતા ઉમટી પડી

જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવારને જીત અપાવવાના ભાગરૂપે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સીટીના કેમ્પમાં વડાપ્રધાન નરેન્ મોદીની જાહેરસભા યોજવામાં આવી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં જૂનાગઢનું કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં વિશાળ જનમેદની ઉમટી પડી છે અને બસ નિર્ધારીત સમયે વડાપ્રધાનના ઉદબોધનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ ભાજપના ત્રણે જીલ્લાના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહીત બન્યા છે અને નવા જાેમ અને જુસ્સાથી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતની ર૬ લોકસભાની બેઠક પૈકી સુરતની બેઠક ભાજપ માટે બીનહરીફ થતા રપ બેઠક માટે આગામી તા.૭મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં ગુજરાતની બધી જ બેઠકો ઉપર જીત મેળવી અને અબકી બાર ૪૦૦ને પારનો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે. એટલું જ નહી દરેક બેઠક જંગી બહુમતીથી લીડ મેળવવાનો લક્ષ્યાંક પણ રાખેલ છે. ગુજરાતની રપ લોકસભાની બેઠકો પૈકી કેટલીક બેઠકો ઉપર ખુબ જ ધ્યાન આપવાની જરૂર છે. ડેમેજ કંટ્રોલ કરવું પડે તેવી સ્થિતિ સર્જાતા ભાજપના વરીષ્ઠ નેતાઓની પાંખ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઈ હતી. દરમ્યાન દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણીના પાંચ દિવસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રવાસ ગોઠવાયો છે. જેમાં ગુજરાતમાં ગઈકાલે ચૂંટણી સભાઓ યોજાયા બાદ આજે જૂનાગઢના આંગણે એટલે કે કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ચૂંટણી સભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. છેલ્લા એક અઠવાડીયા થયા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ હતી અને કૃષિ યુનિવર્સિટીના કેમ્પસના મેદાનમાં વિશાળ ડોમ ઉભું કરવામાં આવેલ છે. તેમજ ઉનાળાનો આકરો તાપ વરસીરહ્યો છે અને સખ્ત ગરમીના સમયમાં વીઆઈપીથી લઈ જનમેદની માટે આગવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. દરમ્યાન જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભાની બેઠક ઉપર જીતની હેટ્રીક સર્જવા માટે આજે આ ચૂંટણી સભા યોજાઈ રહી છે. ત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે સભા સ્થળે માનવ મેદની ઉમટી પડી છે અને કાર્યકર્તાઓમાં હરખની હેલી ઉઠી છે. તેમજ હું છું મોદીનો પરિવાર વાળા ટી શર્ટ પહેરેલા યુવાનો અનોખું દ્રશ્ય સર્જી રહ્યા છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને શાનદાર રીતે વધાવવામાં આવનાર છે અને બસ હવે થોડીવારમાં જેને સાંભળવા માટે રાહ જાેવામાં આવી રહી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આગવી શૈલીમાં ઉદબોધન કરનાર છે ત્યારે મોદીજીને સાંભળવા જનતા ઉત્સુક બની છે.

error: Content is protected !!