જૂનાગઢમાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

0


જૂનાગઢના મધુરમ દિપગંગા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને મુળ છાડવાવદર ગામના નિશાબેન પ્રવિણભાઈ ચૌહાણ(ઉ.વ.૪૦) ઘરે એકલા હોય અને માનસિક બિમાર હોય અને તેઓએ કોઈપણ રીતે અગમ્ય કારણસર ઘરના રૂમના છતના હુંકની સાથે સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડા તાલુકાના નાગલપુર ગામે સગીર બાળાએ ગળાફાંસો ખાઈ આપઘાત

મેંરદડા તાલુકાના નાગલપુર ગામના કિરણબેન ભગવાનભાઈ સોલંકી(ઉ.વ.૧૬)એ કોઈપણ અગમ્ય કારણસર પોતાની મેળે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા મેંદરડા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બિલખામાં ઝેરી દવા પી જતા આધેડનું સારવાર દરમ્યાન મૃત્યું
બિલખામાં ઝેરી દવા પી જતા મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. પોલીસે આપેલી વિગત અનુસાર, રામકુભાઈ એભલભાઈ બોરીચા(ઉ.વ.૬ર) સતત માનસિક ટેન્શનમાં રહેતા હોય જેથી કંટાળી જઈ પોતાની રીતે ઘઉંમાં નાખવાના સેલફોર્સના ટીકડા ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બિલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!