જૂનાગઢ જીલ્લામાં ૮૪૯૦ હેકટર સહિત સૌરાષ્ટ્રમાં કુલ ૩૭પ૧૭ હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર

0

તાલાળામાં કેસર કેરીની મબલખ આવક સામે મુહુર્તના સોદા થયા : પેટીના રૂા.૬૦૦થી ૧ર૦૦ ભાવ બોલાયો

જૂનાગઢ જીલ્લામાં ૮૪૯૦ હેકટર સહિત સૌરાષ્ટ્રમાં કુલ ૩૭પ૧૭ હેટકર કેસર કેરીના આંબાનું આ વર્ષે વાવેતર થયું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે ૧ મેં એ કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. જોકે, ગત વર્ષ કરતાં ૧૨ થી ૧૫ દિવસ હરાજી મોડી શરૂ થઈ છે. કેસર કેરીનું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં કેરીની હરાજી શરૂ થઈ છે. પ્રથમ ૧૦ કિલોનું બોક્સ રૂપિયા ૧૨ હજારમાં ગાયનાં ચારા માટે ગયું. તો કેસર કેરીના ૧૦ કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા ૬૦૦ થી ૧૨૦૦ નો રહ્યો. કેસર કેરીની સીઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન વેપારીઓએ કર્યું છે. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે. કેસર રસિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ગુજરાતના સ્થાપના દિવસ ૧ મેથી કેસર કેરીની હરરાજી શરૂ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા એક અઠવાડિયું મોડી છે. તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે. કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ ર્વોમિંગને કારણે આ વખતે આંબા ઉપર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. આજે તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે ૧૦ કિલોના કુલ ૫૭૬૦ બોક્સની આવક થઈ છે. તો અત્યાર સુધીમાં યુકે કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના ૩ કિલોના ૪૪૦૦ બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષ ૬૦ ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ ૬ થી ૭ લાખ બોક્સ પુરી સીઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષ આંબા ઉપર ફલાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું. જેને કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શકયતા વર્તાઈ રહી છે. મગીયો બંધાયા બાદ રોગ જીવાતે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે. સીઝનમાં માંડ ૫૦ ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે. વાતાવરણની વિષમતા કહો, કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી. આંબા વાડિયાઓમાં જે પ્રમાણે કેરી છે તે આવશે પણ તેના ભાવ ઊંચા રહેવા શકયતા છે. જેથી ગ્રાહકો ચીતીત તો ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે. વર્તમાન સીઝનમાં કેસરનાં ઉત્પાદનમાં ઘટાડો જરૂર નોંધાય તેવું લાગી રહ્યું છે. જો આ વખતે કમૌસમી વરસાદ ન થાય તો સિઝન ૩૦ થી ૪૫ દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેસરના શરૂઆતી ભાવો રહેશે. પછી જેમ-જેમ માલ બજારમાં આવતો થશે તેમતેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં કકળાટ ફેલાયો છે. આથી આ વર્ષ કેસરના ભાવ પાછલા વર્ષની સરખામણીએ સરેરાશ વધુ રહે તો જ ખેડૂતોને ફાયદો થાય. સૌરાષ્ટ્રમાં કુલ ૩૭૫૧૭ હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર છે. જેમાં જિલ્લા વાઈઝ વાત કરીયે તો જૂનાગઢ ૮૪૯૦ હેકટર, ગીર સોમનાથ ૧૪૫૨૦, અમરેલી ૬૯૨૫ હેકટર, ભાવનગર ૬૩૮૮ હેકટર, રાજકોટ ૪૨૫ હેકટર, જામનગર ૪૨૪ હેકટર, પોરબંદર ૩૦૫ હેકટર. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું ૩ લાખ ૩૪ હજાર ૯૮૪ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર ૨ લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

error: Content is protected !!