જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સતત વધતી આવક : પ્રતિમણના ભાવમાં પણ વધારો થયો

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં માર્કેટીંગ યાર્ડોમાં કેરીની આવક શરૂ થઈ ચુકી છે ત્યારે જૂનાગઢ માર્કેટમાં કેરીની સતત આવક થઈ રહી છે. આજે પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ૭૪૬ ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ છે. જ્યારે પ્રતિ મણના ભાવમાં ગઈકાલ કરતા સામાન્ય વધારો જોવા મળતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્જમાં આજે કાચી કેરીની ૭૪૬ ક્વિન્ટલ આવક નોધાઈ હતી. જેના પ્રતિમણ દીઠ ૨૬૦૦ રુપિયા સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે એક મણનો નીચો ભાવ ૮૦૦ રૂપિયા રહ્યો હતો. આમ આજે ગઈકાલ કરતાં ૧૦૦ રૂપિયા વધારે બોલાયા હતા. જૂનાગઢ માર્કેટિંગયાર્ડમાં સારી અને ગુણવત્તાયુક્ત કેસર કેરીના એક બોક્સનો ભાવ આજે ૧૨૦૦ થી ૧૭૦૦ રૂપિયાની વચ્ચે રહ્યો હતો. અગાઉ ૨૯ એપ્રિલના રોજ ૪૧૫ ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિમણ ભાવ ૨૮૦૦ રૂપિયા સુધી બોલાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીની સારી આવક નોંધાઈ રહી છે. જો આવનારા દિવસોમાં કેરીની આવક આમ સતત વધતી જળવાઈ રહેશે, તો ભાવ ઘટવાની શક્યતા સેવાઈ રહી છે.

error: Content is protected !!