જૂનાગઢની માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના શેર હોલ્ડરોને અવશ્ય મતદાન કરવા અપીલ કરતા પ્રો. પી.બી. ઉનડકટ

0

આગામી તા.૭મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જૂનાગઢની માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટ દ્વારા સંસ્થાના શેર હોલ્ડરોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી તા.૭મી મેના રોજ લોકશાહીના પર્વ એટલે કે જૂનાગઢ લોકસભાની બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લોકશાહીના પર્વને ગૌરવ સાથે ઉજવી અને હું અવશ્ય મતદાન કરીશ તેવા સંકલ્પ સાથે માધવ કો.ઓ. સોસાયટીના ૬ હજાર શેર હોલ્ડરોને સંસ્થા વતી માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ચેરમેન પ્રો. બી.પી. ઉનડકટે અપીલ કરી છે અને તેને આવકારવામાં આવી છે. આ સાથે માધવ કો.ઓ. સોસાયટીના શેર હોલ્ડરો ૧૦૦ ટકા મતદાન કરી અને લોકશાહીના પર્વને ઉજવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!